Proud of Gujarat
FeaturedGujaratINDIA

તા. ૨૦ મી એ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે ૧૧-૦૦ કલાકે ૧૩૮.૨૮ મીટરે નોંધાઇ

Share

નર્મદા ડેમમાં ૨,૦૭,૯૧૫ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૨,૭૦,૬૧૪ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૨૩ દરવાજા ખોલાયા

રાજપીપલા, આરીફ જી કુરેશી

Advertisement

૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૬૪ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૪૮૧૭ મેગાવોટ વિજ ઉત્પાદન રાજપીપલા,નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે તા. ૨૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૨૮ મીટરે સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. તેની સાથોસાથ આજે સવારે ૧૧:૦૦ કલાકે નર્મદા ડેમના ૨૩ દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે તા. ૨૦ મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૨,૦૭,૯૧૫ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૨,૭૦,૬૧૪ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૨૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૬૪ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૪૮૧૭ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ છે.


Share

Related posts

લીંબડી બગોદરા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર અને કલીનરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

ProudOfGujarat

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે ત્રણ પુસ્તકનાં વિમોચન વિધિનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ સિટી સેન્ટર ખાતે ST કર્મચારીઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો : જિલ્લા આરોગ્ય વિભાગ અને PHC ધોળીકૂઈના સહયોગથી આયોજન, 200થી 250 કર્મચારીઓએ લીધો લાભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!