Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારાની વિનીયન કોલેજ ખાતે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા “બાળ લગ્ન એક અભિશાપ” વિષયક જનજાગૃત્તિ સેમિનાર યોજાયો.

Share

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદાના સંયુકત ઉપક્રમે તાજેતરમાં સાગબારાની તાલુકાની વિનીયમ કોલેજ ખાતે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ-સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર સહિત આશાબહેનોની વિશાળ ઉપસ્થિતિમાં “બાળ લગ્ન એક અભિશાપ” વિષયક જન જાગૃત્તિ સેમિનાર યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ જણાવ્યું હતું કે, બાળ મુત્યુ દર અને માતા મૃત્યુ દર થવાનું જો કોઇ કારણ હોય તો તે બાળ લગ્ન છે. બાળ લગ્નને આપણે સૌ સાથે મળીને અટકાવીએ અને બાળ લગ્ન કરનાર અને કરાવનાર બંને સજાને પાત્ર છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, બાળ લગ્ન જો થતાં હોય તો તમે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને ફોન દ્વારા અથવા રૂબરુ મળીને માહિતી આપવાની હિમાયત કરી હતી. બાળ લગ્ન ધારો-૨૦૦૬ ની જોગવાઇ, બાળ મૃત્યુ દર તેમજ માતા મૃત્યુ દર કઇ રીતે અટકાવી શકાય અને કિશોરી સશક્તિકરણની વિસ્તૃત માર્ગદર્શન સાથે જરૂરી જાણકારી પણ પૂરી પાડી હતી. પ્રારંભમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમારે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં તેમણે આભારદર્શન પણ કર્યું હતું.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વડોદરામાં વાલીઓની બેદરકારી ! પાછળ બેસી ટુ-વ્હીલરનું સ્ટેરિંગ બાળકોનું આપ્યું, એકે તો ફોન પર વાત કરી અને બાળકીએ સ્કૂટર ચલાવ્યું, વીડિયો વાયરલ

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ દ્વારા 60 લાખથી વધુ ખર્ચે તૈયાર થનાર બાળ મંદિર નું ભુમી પુજન કરી ખાતમુહૂર્ત કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સરકારી રેફરલ હોસ્પિટલમાં સાપ નીકળતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!