Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરાનગરમાં તોલમાપ,ફુડ એન્ડ ડ્રગ્સ,નગરાપાલિકા તંત્રના દુકાનો પર સંયુક્ત દરોડાથી વેપારીઓમા ફફડાટ,ખાદ્યતેલના સેમ્પલ લેવાયા.

Share

વિજયસિંહ સોલંકી, શહેરા

પંચમહાલના શહેરા માં ફૂડ એન્ડ ડ્રગ્સ ,તોલમાપ વિભાગ અને નગર પાલિકા ની સયુક્ત ટીમ દ્વારા સિંધી માર્કેટ સહિત નાં મહત્વ નાં બજારો માં કરીયાણા સહિત ની દુકાનો ચેકિંગ હાથધરવામાં આવ્યું હતું કરીયાણા ની દુકાનો માંથી તેલ સહિત નાં સેમ્પલ લેવામાં આવ્યા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ  અને તોલમાપ વિભાગ ની  ઓચિંતા દરોડા ને લઈને અમુક દુકાનદારો શટલ બંધ કર્યા હતા.અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

Advertisement

શહેરા નગર માં આવેલ બજારો માં ફૂડ એન્ડ ડ્રગ્સ ,તોલમાપ વિભાગ અને  નગર પાલિકા સહિત ની ટીમો દ્વારા ઓચિંતી તપાસ કરીયાણા સહિત ની દુકાનો માં હાથ ધરવામાં આવી હતી સિંધી માર્કેટ માં કરીયાણા સહિત ની દુકાનો માં તોલ માપ અને ફૂડ વિભાગ એ તપાસ કરીને અમુક દુકાનદારો સામે કાર્યવાહી નિયમોનુસાર ની હાથધરી ને તેલ સહિત નાં સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા જ્યારે  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત નાં તંત્ર દ્વારા દુકાનો માં કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની જાણ  નગર નાં મહત્વ નાં બજારો ના વહેપારી ઓ ને થતા અમુક દુકાનદારો દુકાનો બંધ કરીને જતા રહયા હતા કરીયાણા સહિત નાં દુકાનદારો સામે ફૂડ વિભાગ સહિત ના તંત્ર દ્વારા વધુ ટીમો સાથે કાર્યવાહી હાથ ધરવામા આવતા વેપારીઓમા ફફડાટ ફેલાયો હતો.ત્યારે કેટલાક વેપારીઓ દુકાનો બંધ કરી જતા રહેતા નગરમા ચર્ચાનો વિષય બન્યો હતો.


Share

Related posts

આજે પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વ નિમિત્તે ઘણીબધી બહેનોમા કહિ ખુશી કહી ગમ છવાઈ જવા પામ્યો હતો

ProudOfGujarat

રાજપીપલા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કર્યું.

ProudOfGujarat

સુરત : અડાજણ સ્થિત ઈન્કમટેક્ષ કચેરીના સ્ટેનો રૂ.2500 લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!