Proud of Gujarat
FeaturedGujaratINDIA

હરીપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહને 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે : અંત્યેષ્ટિમાં 8 વૃક્ષનાં લાકડાં વપરાશે

Share

સોખડા હરિધામ મંદિરમાં 1 ઓગસ્ટના રોજ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહ (નશ્વર દેહ)ની અંતિમસંસ્કાર વિધિ બપોરે 2:30 કલાકે સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સંપન્ન કરવામાં આવશે. આ પહેલાં સ્વામીજીના વિગ્રહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે. ત્યાર બાદ પાલખીયાત્રા નીકળશે, યાત્રાને મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ સંપન્ન થશે. અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે. અંતિમસંસ્કાર વિધિ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે, એમ જિલ્લા પોલીસે જણાવ્યું હતું.

સોખડા-હરિધામ મંદિરના સંતોએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટના રોજ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમસંસ્કાર વિધિ બપોરે 2:30 વાગે કરાશે, જેના માટે પહેલાં મંદિરની બહાર મેદાનના સ્થાનનો નિર્ણય કરાયો હતો. સોખડાના સંત ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના પ્રિય સ્થાન લીમડા વનમાં જ તેમની અંત્યેષ્ટિ કરાશે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા લીમડાના ઝાડ નીચે બેસીને સત્સંગ કરતા હતા, જ્યારે હરિપ્રસાદ સ્વામીજીને પણ લીમડાનાં ઝાડ અત્યંત પ્રિય હતાં, એટલે અંતિમસંસ્કારમાં મોટા ભાગે લીમડાનાં લાકડાંનો જ ઉપયોગ કરાશે.

Advertisement

1 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી અંતિમસંસ્કારની વિધિ શરૂ થશે, જેમાં પ્રથમ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયુ, નર્મદા અને તાપી 7 નદીનાં જળ તેમજ કેસરયુક્ત પાણી તેમજ ઘી સહિતનાં દ્રવ્યોથી સ્વામીજીના નશ્વર દેહને સ્નાન કરાવાશે. બાદમાં પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરની આસપાસ પ્રદક્ષિણા કરાવવા વિચારણા છે. આ ઉપરાંત કારમાં બિરાજમાન કરીને પણ પ્રદક્ષિણા કરવામાં આવી શકે છે.

અંતિમસંસ્કાર સ્થળે 7 નદીનાં જળ, ગૌમૂત્ર અને છાણથી લીપણ કરાશે. આ લીપણ કરાયેલા સ્થળ પર ચંદન, લીમડો, સેવન, અઘેડો, ઉમરો, ખેર, આંકડો અને પીપડો એમ 8 વૃક્ષોનાં લાકડાં ઉપરાંત અડાયા છાણ, દર્મનો પુડો અને ખડના પુડાનો, તુલસી અને નાગરવેલના પાનનો ઉપયોગ અંતિમસંસ્કારમાં કરાશે. શુક્રવારે સવારે 8થી રાતના 8 વાગ્યા સુધી અમદાવાદ સહિત 12 જિલ્લામાંથી આશરે 25 હજાર જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા, મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડા દર્શનાર્થે આવશે.


Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે ચૂંટણી અનુસંધાને સીઆરપીએફ જવાનો અને પોલીસે પેટ્રોલિંગ કર્યું.

ProudOfGujarat

વરસાદની મહેર થતા ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા ખેડુતો.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખભાઈ વસાવા આગળ ચાલી રહ્યા છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!