સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા તાજેતરમાં વેસ્ટર્ન ડ્રેસ પરિધાન હરીફાઈ યોજવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્થાની સભ્ય બહેનોને સાડી પહેરવાની વિવિધ રીતોનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું.વેસ્ટર્ન ડ્રેસ પરિધાન હરીફાઇના નિર્ણાયક તરીકે જેતલ બહેને સેવા આપી હતી. સ્પર્ધામાં 25 જેટલી બહેનોએ ભાગ લીધો હતો તેમજ કેટવોક કરી પોતાનો પરિચય આપ્યો હતો જ્યારે પરિણામ જાહેર થતા પ્રથમ નંબરે વંદનાબેન મુનશી બીજા નંબરે સોનલબેન ડાંગરવાલા ત્રીજા નંબરે સ્નેહલતાબેન શાહ ચોથા નંબરે નમ્રતાબેન શાહ અને પાંચમા નંબરે જિજ્ઞાસાબેન પાટીદાર વિજેતા બન્યા હતા. આ સ્પર્ધા અંગે મંત્રી નીતાબેન મિસ્ત્રીએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY