Proud of Gujarat
FeaturedEntertainmentGujaratINDIAUncategorized

સુપ્રીમ કોર્ટની મંજુરી હોવા ઉપરાંત મોરબી-ભુજમાં ‘પદ્માવત’ થીયેટરોમાં રજુ થશે નહિ

Share

સંજયલીલા ભણશાલીની વિવાદિત ફિલ્મ ‘પદ્માવત’ રિલીઝ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ મામલે કરણીસેના દ્વારા ઠેર-ઠેર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં ‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ કરવા અંગે કરણીસેનાએ વિરોધ કરવાને બદલે મોરબી શહેરના સિનેમાધરોના સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમાં મોરબીની વિજય સિનેમા, સુપર ટોકીઝ અને ચિત્રકૂટ ટોકીઝના સંચાલકો સાથે મોરબી કરણીસેનાના અધ્યક્ષ વિજયસિંહ ચુડાસમા સહિતના આગેવાનો જોડાયા હતા.

આ બેઠકમાં ફિલ્મ ‘પદ્માવત’ રિલીઝ થવાથી સમાજની લાગણી દુભાતી હોવાથી કરણીસેના દ્વારા મોરબીમાં ‘પદ્માવત’ રજુ ન કરવા સિનેમા સંચાલકોને અપીલ કરવામાં આવી હતી. આ બેઠક બાદ કરણીસેના મોરબી જીલ્લાના અધ્યક્ષ વિજયસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મોરબી સિનેમાધરોના સંચાલકોએ કરણીસેના સાથે કરેલ બેઠક સફળ રહી છે અને સિનેમા સંચાલકોએ તેમની માંગણીને સહકાર આપી ફિલ્મ રિલીઝ ન કરવા માટેની ખાત્રી આપી છે. જેને લઈને મોરબીમાં હવે સુપ્રીમ કોર્ટની મંજૂરી હોવા છતાં પદ્માવત ફિલ્મ રિલીઝ કરવામાં નહીં આવે.

Advertisement

જ્યારે કચ્છથી પણ અહેવાલ સાંપડ્યા છે કે ભુજના સિનેમાઘરના સંચાલકોની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભુજના કોઈપણ થિયેટરમાં ફિલ્મ ‘પદ્માવત’ રજૂ કરવામાં નહીં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતભરના જુદાજુદા સ્થળોએ રાજપૂત સમાજ દ્વારા ‘પદ્માવત’નો વિરોધ થઇ રહ્યો છે અને ઠેરઠેર હાઇવે પર ટાયર સળગવી ચક્કાજામ કરવામાં આવ્યા હતાં.

સૌજન્ય(સાંજ સમાચાર)


Share

Related posts

ભરૂચ-મુલદ ટોલ પ્લાઝા નજીક ટેન્કર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા મહીલાનુ મોત-પતિ અને પુત્રને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા..

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગ્રામ પંચાયતમાં અબુ બકકર તર્કી 5 વિરુદ્ધ 8 મતે ઉપ સરપંચ પદે પ્રત્યે વિજેતા બન્યા.

ProudOfGujarat

ભરૂચ : મત ગણતરી બિલ્ડીંગનાં કંપાઉન્ડની આસપાસ હરવા ફરવા પ્રવેશ પર પ્રતિબંધ.

ProudOfGujarat
error: Content is protected !!