Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના અમરોલીમાં ધોળે દિવસે તસ્કરોએ 27 લાખની ચોરી કરી.

Share

સુરતના અમરોલી વિસ્તારમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ચાર રેસિડન્સીમાં રૂપિયા 27 લાખની મત્તાની ચોરી કરવામાં આવેલ છે જેનો ભેદ ઉકેલવા પોલીસ કાફલો ઘટના સ્થળે જઇ પંચનામું સહિતની વિગતો નોંધી હતી.

સુરતના અમરોલી વિસ્તારમાં ચોરીના બનાવો અવારનવાર બનતા રહે છે. કરસનભાઈ કોટેચા તેઓ 04:00 થી લઈને 9:00 દરમિયાન પોતાની દુકાને ગયેલા હોય તેવા સમયે ધોળે દિવસે તેઓના ફ્લેટમાં ઘુસી જઇ અને સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત રૂપિયા 27 લાખની મતા તસ્કરો ચોરી ગયેલા છે. આ સમગ્ર બનાવની તપાસ અમરોલી પોલીસ ડિવિઝન વિસ્તારના એસીપી એસ.એમ પટેલના નેજા હેઠળ થઇ રહી છે. આ ચોરીની ઘટના વિશે વિગતો આપતા તેમણે જણાવ્યું છે કે ફ્લેટનો દરવાજો કોઈ સાધન કે ચાવી વડે ખોલવામાં આવ્યો છે તેમજ ધોળે દિવસે ફ્લેટમાં ચોરી કરનાર શખ્સ જો કોઈ જાણભેદુ હોય તેવું પ્રથમ કેસને જોતાં લાગી રહ્યું છે. હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટે અમરોલી પોલીસે તમામ દિશાઓમાં તપાસનો ધમધમાટ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના કુકરદા ગામે મનરેગાના જમીન લેવલિંગ કરવાના કામમાં ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચના નાંદ ગામમાં યોજાતા મેળાના આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી પી.આર. જોષીએ સ્થળ મુલાકાત કરી બેઠક યોજી

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે ઇનોવા કારમાંથી વિદેશી દારૂ ઝડપી એક આરોપીની અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!