Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં સરથાણા વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

સુરત સરથાણા બાપાસીતારામ ચોક પાસે એક ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના સરથાણા વિસ્તારમાં બાપાસીતારામ ચોક પરની ફટાકડાની દુકાનમાં આજે સવારે અચાનક જ આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી. આગ લાગતાં દુકાનદારે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરી હતી. એસએમસીના ફાયર વિભાગના જવાનો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આખરે ફટાકડાની દુકાનમાં કયા કારણોસર આગ લાગી સહિતના પ્રશ્નો સર્જાયા છે. હાલના તબક્કે ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી તેવું ફટાકડાના સ્ટોર માલિકે જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

ઓલપાડ : તેં મારા માટે જમવાનું કેમ ન બનાવ્યું?તેમ કહી માથામાં કુકરનું ઢાંકણ મારી ઇસમને મોતને ઘાત ઉતાર્યો

ProudOfGujarat

પાટણ-રાધનપુરના ભાડીયા ગામ પાસે 108 એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત….

ProudOfGujarat

માંગરોળ : લિંબાડા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકોને ધાબળા વિતરણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!