Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસી અને સહ આરોપીને આજીવન કેદ.

Share

સુરતના પાંડેસરામાં 3 વર્ષ અગાઉ માતા-પુત્રીના ચકચારિત ડબલ મર્ડર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત બન્નેને દોષી ઠેરવી આજે સજા ફટકારી છે. આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા સંભાળવી છે જ્યારે સહ આરોપી હરિઓમને આજીવન વર્ષની સજા સંભળાવી દીધી છે. સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. વર્ષ 2018માં પાંડેસરામાં માતા પુત્રી દુષ્કર્મ અને હત્યા ઘટના બની હતી. આ ઘટનામાં મુખ્ય આરોપી હર્ષ સહાય વિરુદ્ધ 302, 323,201,376(2)’ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધાયો છે.

આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને લાવ્યો હતો. ત્યારબાદ આરોપીએ બન્ને જણાંને પરવટ પાટિયાના અનુપમ હાઇસ્ટ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં કામરેજ નજીક માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગ નંબર -17 ના એક ખાલી ફલેટમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ થોડા સમય પછી મહિલા અને આરોપી હર્ષસહાય વચ્ચે ઝઘડા થતા હોવાથી મહિલાની તેની પુત્રીની નજર સામે જ હત્યા કરી નાંખી હતી. બાદમાં મહિલાની પુત્રીને આરોપી હર્ષસહાય તેના ઘરે લઇ ગયો હતો અને તેની પર અવારનવાર દુષ્કર્મ કરવામાં આવતું હતું, અને તેની પણ હત્યા કરવામાં આવી હતી. જાણવા મળ્યું હતું કે, રોજેરોજ માર મારી રોજ અત્યાચાર ગુજારવામાં આવતો હોવાથી બાળાનું પણ મૃત્યુ થતાં હર્ષસહાય ગુર્જરે તેના ડ્રાઈવર હરિઓમ ગુર્જરની સહાયથી લાશને ભેસ્તાનના ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ફેંકી દીધી હતી. આરોપીએ માતા પુત્રીની મૃતદેહ અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હતા અને બાદમાં બન્ને મૃતદેહ ઝાડીમાંથી મળી આવ્યા હતા. જેમાં બાળકી અને માતાની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં ભોગ બનેલ બાળકીના શરીરે 78 જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નગરપાલિકા ખાતે વિરોધપક્ષ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવા સામે સત્તાધારી પક્ષે પોલીસની દીવાલ ઊભી કરી.

ProudOfGujarat

નેત્રંગના ભેંસખેતર ગામે મહિલા બાઇક ઉપરથી પડતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે અમિત મૈસુરીયાની વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!