Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરતના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત.

Share

શહેરના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં શંકરનગર ખાતે રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બાળકીને માતાએ સ્તનપાન કરાવ્યા બાદ મોતને ભેટી છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા રાકેશ દાસ ફૂટની લારી ચલાવી પત્ની કિરણદેવી અને બે પુત્ર તથા ત્રણ પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.

દરમિયાન રાકેશની ત્રણ પુત્રી પૈકી પાંચ માસની શિવાનીને સોમવારે રાતે સ્તનપાન કરાવ્યું હતું. પાંચ માસની શિવાની સવારે નહીં જાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શિવાનીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોત અંગનું સચોટ કારણ જાણવા માટે રાંદેર પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ કારણ જાણવા મળશે. વધુ તપાસ રાંદેર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચની સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલના 18 માં સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી

ProudOfGujarat

લીબડી કેળવણી મંડળ સંચાલિત કુમાર વિદ્યાલય નું નવીનીકરણના હવન સાથે શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

ભારતમાં ફરી એક નવું વેરિઅન્ટ સામે આવ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!