Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં સગર્ભા મહિલાઓએ ગરબાના તાલે ઝુમીને અનોખી રીતે કર્યુ પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન

Share

 
સુરતઃ સગર્ભા મહિલાઓમાં પ્રવર્તતી ખોટી માન્યતા સામે અવેરનેસ ફેલાય તે માટે ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. 101 પ્રેગનન્સી સેન્ટર દ્વારા ખાસ સગર્ભા મહિલા માટે વિશેષ ગરબાનું આયોજન કરીને પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ ગરબાના તાલે ગમતાં સ્ટેપ રમીને આનંદ માણ્યો હતો. સાથે જ પેટમાં ઉછરી રહેલા બેબીએ પણ આ નવરાત્રિને માણી હોવાનું સગર્ભાઓએ જણાવ્યું હતું.

150 મહિલાઓએ લીધો ભાગ

Advertisement

અલથાણ વિસ્તારમાં આવેલી સોહમ સર્કલ પાસે ગાર્ડન ઓફ ઈડન રેસ્ટોરન્ટમાં ખાસ પ્રેગનન્ટ અને નવી બનેલી માતાઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.101 પ્રેગનન્સી સેન્ટર દ્વારા યોજવામાં આવેલા ગરબામાં 150 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં 40થી વધુ પ્રગેનન્ટ મહિલાઓ ગરબાના તાલે ગરબે ઝુમી હતી. નવી બનેલી માતાઓએ પોતાના બાળકો સાથે ગરબા લીધા હતાં. તો પ્રેગનન્ટ માતાઓએ બેબી બમ્બ સાથે ગરબાંનો આનંદ માણ્યો હતો.

ગરબાથી મહિલાઓમાં એન્ડોર્ફિન હોર્મોનમાં વધારો થાયઃ તુશિતા રાઠોડ

101 પ્રેગનન્સી સેન્ટરના સંચાલિકા તુશિતા રાઠોડે ગરબાના આયોજન વિષે જણાવ્યું હતું કે, તેઓ સાતેક વર્ષથી પ્રેગનન્ટ મહિલાઓ માટે યોગ અને મેડિટેશન સહિતનું કાર્ય કરે છે. ત્યારે સગર્ભા મહિલાઓમાં જાગૃતિ ફેલાય તે માટે તેઓ દરવર્ષે કંઈકને કંઈક અનોખું આયોજન કરતા રહે છે. જેમાં આ વખતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાથી પ્રેગનન્ટ મહિલાઓમાં એન્ડોર્ફિન નામના હોર્મોનમાં વધારો થાય છે. જે તેમના માટે સારૂં છે. ઉપરાંત ગરબા એ ગુજરાતી સંસ્કૃતિની ઓળખ છે ત્યારે મહિલાઓ ગરબાથી વંચિત ન રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ નવી બનેલી માતાઓને પણ તેમનામાં ડિલિવરી બાદ વીકનેસ અનુભવાતી હોય તેમના માટે પણ મનોરંજનની સાથે કસરત મળી રહે છે. પ્રેગનન્સી દરમિયાન એરોબિકસ અને અન્ય કસરતો કરવામાં આવે છે તેમ ગરબા પણ તેમના માટે સારી કસરત જ છે.

ગરબા રમતી વખતે અંદર બેબીને પણ ખુશી મળીઃ બિમ્મી રાઠોડ

સગર્ભા મહિલાઓમાં ગરબે ઝુમનાર બિમ્મી રાઠોડએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 10 જેટલા વર્ષથી ગરબા રમતી હતી. પરંતુ આ વખતે પ્રેગનન્સીના કારણે ગરબા નહીં રમી શકું તેમ હતું. પરંતુ તુશિતા મેડમના ગરબાના આયોજનથી ઈચ્છા પૂર્ણ થઈ છે. સાથે જ ગરબે રમતી વખતે હું તો ખુશ હતી જ પરંતુ અંદર ઉછરી રહેલું બેબી પણ ખૂબ જ ખુશ હોવાની મને અનુભતી થઈ હતી. મને લાગતું કે મારી સાથે એ પણ ગરબા રમી રહ્યું છે.

અંદરના બેબીએ મોટીવેટ કર્યાઃ કૃતિ પટેલ

સગર્ભાના ગરબા પહેલીવાર સાંભળ્યું ત્યારે નવાઈ લાગતી સાથે જ ઘણા પ્રશ્નો પણ ઉદભવ્યાં હતા કે કેમ રમીશું? કપડાના પ્રશ્નો હતાં. ઘરેથી પણ ના પાડવામાં આવી હતી જો કે, તુશિતા મેડમના સેશનના કારણે અને આયોજનના કારણે બધું જ પાર પડી ગયું. પહેલાં કુદકા મારીને રમતાં પરંતુ બેબી સાથે થોડી કેર કરીને રમ્યાં. નાનેથી ગરબાં રમતાં અને આ વર્ષે ગરબા મીસ થાય તેમ લાગતું હતું. જો કે, ગરબા રમીને અંદરના બાળકે મોટીવેટ કર્યા હોય તેવું લાગે છે…સૌજન્ય D.B


Share

Related posts

ચારણ સમાજ નાકુળદેવી વિશે અભદ્ર ટીપ્પણી ફેસબુક પર કરવા બદલ જિલ્લા એસપી ને આવેદન

ProudOfGujarat

લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત : ચારને ગંભીર ઈજાઓ પહોચી

ProudOfGujarat

સુરત ખાતે આદિવાસી સમાજની દીકરી સાથે બનેલ ઘટના બાબતે મૂળનિવાસી એકતા મંચ દ્વારા કરજણના મામતલદારને આવેદનપત્ર પાઠવાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!