Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં દારૂની હેરાફેરીનો વિચિત્ર આઈડિયા :પેન્ટની અંદર પગ પાસે છુપાવી 93 બોટલ કાગળ અને સેલોટેપનો ઉપયોગ કરીને તેણે બોટલોને પગ પર ચોંટાડી દીધી

Share

 

સુરતમાં દારૂની હેરાફેરીનો વિચિત્ર આઈડિયા સામે આવ્યો છે એક વ્યક્તિએ પેન્ટની નીચે પગ પાસે દારૂની બોટલો સેલોટેપથી લગાવી હતી જેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે મળતી વિગત મુજબ સુરતમાંથી 93 કોટર દારૂની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે. આ વ્યક્તિએ દારૂની હેરાફેરીના આઈડિયાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ વ્યક્તિએ પેન્ટની અંદર પગની પર બોટલો છૂપાવી હતી. કાગળ અને સેલોટેપનો ઉપયોગ કરીને તેણે બોટલોને પગ પર ચોંટાડી દીધી હતી. વરાછા પોલીસે રેલ્વે ગરનાળા પાસેથી આ આરોપીને ઝડપ્યો છે. તે ટ્રેન મારફતે દારૂની હેરાફેરી કરવા સુરત આવ્યો હતો. પણ હેરાફેરી કરે તે પહેલા જ તેની ધરપકડ કરી લીધી હતી.

Advertisement

Share

Related posts

સાગબારાથી દેડીયાપાડા તરફ આવતી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

લીંબડી કોરોના વેકસીન સેન્ટર ખાતે આજે રસીકરણ કરવા આવેલ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

ProudOfGujarat

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આર.સી.સી રોડ અને પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!