Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં ટ્રેનમાં ઉતાવળે ચડવા જતાં યુવક ફસાયો, આરપીએફના જવાને જીવ બચાવ્યો

Share

સુરત રેલવે સ્ટેશન પર એક એવી ઘટના બની કે જેમાં એક યુવક ટ્રેનમાં ફસાઈ જાય છે કારણ કે યુવક ચાલતી ટ્રેનમાં ઉપર ચડવા માટે જઈ રહ્યો છે. જોકે તે દરમિયાન બેલેન્સ બગડે છે અને યુવક પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જાય છે. જોકે સ્થાનિક રેલવે પોલીસ આરપીએફના જવાન દ્વારા તેને બચાવી લેવામાં આવે છે.

અનેક વખત કિસ્સાઓ સામે આવતા હોય છે તેમ છતાં પણ લોકો ઉતાવળ કરી બેસે છે અને જેને લઈને અનેક વખત તેનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. તેવામાં યુવક ચાલતી ટ્રેનમાં ચડવા જાય છે અને ત્યાર બાદ ફસાઈ જાય છે અને તેને જોઈ જતા તુરંત જ આરપીએફનો જવાન દોડી જાય છે અને યુવકનો જીવ બચાવી લે છે.

Advertisement

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે યુવાનને મહા મુશ્કેલીથી બહાર કાઢવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેન જઈ રહી હોય અને આરપીએફના જવાન દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા હોય તેટલું જ નહિ ટ્રેન રોકવાનો આદેશ કરવાથી યુવાનને ગંભીર ઈજા થતા બચી જવાય છે તે પણ જોવા મળે છે.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી એસટી ડેપો પાસેથી વિદેશીદારૂ ના જથ્થા સાથે એક ઝડપાયો

ProudOfGujarat

રાજપીપળા : શુલપાણેશ્વર અભ્યારણ્યમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય સ્કાઉટસ એન્ડ ગાઈડસ દ્વારા નેચર સ્ટડી અને અવેરનેસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

તિલકવાડા તાલુકાના સીરા ગામમાં શોર્ટસર્કીટથી 3 મકાનો આગની લપેટમાં:સોના-ચાંદીના ઘરેણાં બળીને ખાખ,12 લાખથી વધુનું નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!