Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સાયણ-ઓલપાડ રોડ પર સિટી બસમાં આગ, મુસાફરોનો આબાદ બચાવ

Share

સુરતનાં સાયણ ખાતે સિટી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બોનેટમાંથી લાગેલી આગ સમગ્ર બસમાં ફેલાઈ ગઈ હતી. DRGD હાઈસ્કૂલની સામે બસમાં લાગેલી આગ એટલી ભયાવહ હતી કે બાજુમાં રહેલો પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો. આગના પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બસમાં સવાર 27 મુસાફરોનો ડ્રાઈવરની સમયસૂચકતાને પગલે આબાદ બચાવ થયો હતો.

સુરત રેલવે સ્ટેશનથી સિટી બસ સાયણ જવા નીકળી હતી. આ દરમિયાન સાયણ ખાતે આવેલી ડીઆરજીડી હાઈસ્કૂલની સામે જ બસના એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યાં હતાં. જેથી ડ્રાઈવરે સમયસૂચકતા દર્શાવીને મુસાફરોને નીચે ઉતારી દીધા હતાં. બાદમાં આગ વધુ ઝડપથી ફેલાવા લાગી હતી. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Advertisement

સિટી બસમાં આગ એટલી ભીષણ હતી કે બસ તો આગમાં ખાક થઈ ગઈ હતી. પરંતુ સાથે જ સળગતી બસની બાજુમાં જે પતંગનો મંડપ ઉભો કરાયેલો હતો. તેમાં પણ તણખો પડતાં પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો. સુરતથી નીકળેલી બસમાં સાયણ સુધીમાં 27 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતાં. જોકે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થઈ ગયો હતો. જેથી મુસાફરો અને સ્થાનિક લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. બસમાં આગ લાગવાની ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. બસમાં આગ લાગતાં ફાયરબ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.


Share

Related posts

અંકલેશ્વર જી આઈ ડી સી માં આવેલ ખાનગી કંપની માંથી હજારો ના રોકડ ની ચોરી થતા ચકચાર મચી હતી..

ProudOfGujarat

સેન્ટ ગોબેનના ભારતના સૌથી મોટા પ્લાસ્ટર બોર્ડ પ્લાન્ટનું ચેરમેન પિયર આન્દ્રે ચેલેન્જરનાં હસ્તે ઉદઘાટન

ProudOfGujarat

ભરૂચમાં આવેલા ઉદ્યોગોને જિલ્લા કલેકટર દ્વારા ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપતા કર્મચારીઓ બસમાં જવાનાં બદલે બાઇક લઇને જતા આજે અસંખ્ય લોકોને અંકલેશ્વર પોલીસે બાઈક સાથે ડિટેઇન કરી દંડ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!