Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : લિંબાયત વિસ્તારમાં આવેલ કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં રેનિશ સિન્થેટિક કારખાનામાં એકાએક આગ લાગી હતી. ગોડાઉન સાડી અને તેના પર લગાડવામાં આવતી લેસનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો. જેને કારણે આગ જોત જોતામાં પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે આગ ઉપર ઝડપથી કાબુ મેળવી લીધો હતો. કારખાનાની પાછળના ભાગે કચરો સળગાવવામાં આવ્યો હતો. જેના કારણે કોઈ કારણસર કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ આગ લાગી ગઈ હતી. આગ ગણતરીની મિનિટોમાં જ ત્રણ માળના કારખાનામાં પ્રસરી ગઈ હતી. સાડી માટે જરૂર મટીરીયલ વાપરવામાં આવતો હોય છે તે પેટ્રોલિયમ પદાર્થ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી જતી હોય છે. આસપાસના કારખાનેદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

દ્વારકામાં ધોરણ 10 ની નકલી માર્કશીટ સાથે પોલીસે એક આરોપીની કરી અટકાયત

ProudOfGujarat

સારસા ગ્રામ પંચાયતના તલાટી પર હુમલો કરનારાને કડક કાર્યવાહી કરો : તલાટી મંડળ

ProudOfGujarat

વાપીમાં કલરની કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!