Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો

Share

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જવાના કારણે હિમાલય તરફથી આવતા સીધા પવન ગુજરાત તરફ આવતાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં કડકડતી ઠંડી પડી નોંધાઈ હતી. ઠંડા પવનના કારણે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી ગયો હતો. નલિયામાં સૌથી વધુ 1.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આ સિવાય 10 શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. હજુ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

ઉત્તરાયણને દિવસે વહેલી સવારથી શરૂ થયેલાં ઠંડા પવનો વાસી ઉત્તરાયણને દિવસ યથાવત રહેતાં ઠંડીનો પારો ગગડ્યો હતો. 15 જાન્યુઆરીના રોજ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.4 ડિગ્રી ગગડીને 24.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.2 ડિગ્રી ગગડીને 10 ડિગ્રી નોંધાયું હતું. જેથી અમદાવાદમાં સિઝનમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે પહોંચ્યો છે. અમદાવાદના તાપમાનમાં સાડા પાંચ ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.

Advertisement

આગામી ત્રણ દિવસો સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હિમાલય તરફથી આવતા સીધા પવન ગુજરાત તરફ આવતાં સિઝનમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો હતો. અગાઉ 24 ડિસેમ્બર અને 5 જાન્યુઆરીના રોજ લઘુતમ તાપમાનમાં 10 નોંધાયું હતું.


Share

Related posts

અંકલેશ્વર ખાતેથી ગેરકાયદેસરનાં ખેરનાં લાકડા ભરેલ ટ્રક સાથે એક ઇસમને ભરૂચ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 22 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1996 થઈ.

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી જલદર્શન સોસાયટી પાસે ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!