Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશમાં સૌથી ઊંચા સુરત પાલિકાના નવા ભવનનું આજે મુખ્યમંત્રીના હસ્તે થશે ખાતમુહૂર્ત

Share

સુરત મહાનગરપાલિકાના નવા વહીવટી ભવનનું શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ સી.આર. પાટીલની હાજરીમાં ખાતમુહૂર્ત થશે. મુગલસરાઈમાંથી આ સ્થળે મુખ્ય વહીવટીભવન ખસેડવા માટેની પાલિકાના સત્તાધીશોની ખેવના 18 વર્ષ બાદ વાસ્તવિકતાના ડગલા ભરશે. રૂ.1344 કરોડના ખર્ચે સાકાર થનારા 28 માળના આ બે બિલ્ડિંગ સાથેના આ વહીવટી ભવનમાં એક બિલ્ડિંગમાં અન્ય સરકારી ઓફિસો પણ હશે.

ઊંચાઈની દ્રષ્ટિએ આ દેશમાં સૌથી ઊંચુ કોઈ સરકારી કચેરીનું વહીવટી ભવન હશે.

Advertisement

સુરત મહાપાલિકા 1344 કરોડનું દેશનું સૌથી ઉંચુ વહીવટી ભવન બનાવશે. જેમાં 4 માળ અંડરગ્રાઉન્ડમાં 4400 વાહનો પાર્ક થશે. શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આ વિશેષ પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરાશે. શનિવારે 28મી જાન્યુઆરીએ બપોરે 3.30 વાગ્યે રિંગરોડ-ઉધના દરવાજા પાસે આ ખાતમુહૂર્તનો ક્રાયક્રમ યોજવામાં આવ્યો છે, આ કાર્યક્રમમાં પાલિકાના અન્ય પ્રકલ્પોની તકતીઓનું પણ અનાવરણ કરાશે.નવું વહીવટી ભવન 36 મહિનામાં બનશે, દક્ષિણ ગુજરાતની 105.4 મીટરની સૌથી ઉંચી બિલ્ડિંગ હશે. પાલિકાએ ઇજારો આપ્યો છે, તેમાં 5 વર્ષના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

નવા વહીવટી ભવનમાં 36 લિફટ હશે

હેલીપેડ સાથેની સુવિધા ધરાવતી દ.ગુ.ની સૌથી ઉંચી ઇમારત અને દેશની સૌથી વધુ ઉંચાઇ ધરાવતી સરકારી કચેરી સુરત પાલિકાના સૂચિત નવા વહીવટી ભવનમાં 36 લીફ્ટની સુવિધા રહેશે.

1500 કાર અને 2900 સ્કૂટર પાર્કિંગની કેપેસિટી

​​​​​​​ગ્રાઉન્ડ પ્લસ 28 માળની બંને બિલ્ડિંગ શહેરની સૌથી ઊંચી ઇમારત બની જશે. બિલ્ડિંગના ગ્રાઉન્ડથી 4 માળ સુધી નીચે બૅઝમેન્ટ બનશે. જ્યાં 1500 કાર, 2900 ટુવ્હિલ પાર્ક થઇ શકશે. નવા ભવનમાં સામાન્ય સભા માટેના હોલમાં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાશે. 100ની ક્ષમતા સાથેનો સ્થાયી સમિતિનો હોલ અને 35 લોકોની ક્ષમતા વાળા 6 કમિટી રૂમ, 50 મુલાકાતીઓ બેસી શકે તેટલી ક્ષમતા સાથેની કમિશનર ઓફિસ હશે.​​​​​​​105.4 મીટર ઊંચાઇના બે ટાવરના ટેરેસ પર સોલાર પ્લાન્ટ સ્થપાશે. જેથી બિલ્ડિંગમાં વીજળી ઉપકરણો કાર્યરત રહે.


Share

Related posts

માંગરોળ તાલુકામાં ધો. 1 અને 2 ના શિક્ષકોની અંગ્રેજી વિષયની તાલીમ યોજાઇ.

ProudOfGujarat

કઠલાલના ફાગવેલ પાસે અકસ્માત સર્જાતા એકનું મોત, બે ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચમાં ૧૦૮ સેવા દ્વારા હીટવેવથી બચવા માટે આરોગ્યલક્ષી સૂચનો અપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!