Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં કુતરા કરડવાના બનાવો વચ્ચે ટી.ટી ના ઇન્જેક્શનની અછત, દર્દીઓ બહારથી ઇન્જેક્શન લેવા મજબુર

Share

સુરતમાં હાલ રખડતા કૂતરાનો ત્રાસ વધવા સાથે કુતરા કરડવાના બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે. એક તરફ કુતરા કરડવાના બનાવો વધી રહ્યાં છે તો બીજી તરફ પાલિકાના કેટલાક આરોગ્ય કેન્દ્રમાં ઇન્જેકશનની અછત જોવા મળી રહી છે. પાલિકાના લિંબાયત હેલ્થ સેન્ટરમાં કુતરા કરડ્યા બાદ ટી ટી અને અન્ય ઈન્જેકશન નહી મળતા હોવાની ફરિયાદ બહાર આવી રહી છે. લિંબાયત હેલ્થ સેન્ટરમાં કુતરા કરડ્યા બાદ ઈન્જેક્શન બહારથી લાવવા માટે પ્રિસ્ક્રિપ્શન લખી આપતા હોવાથી લોકોએ ઇન્જેક્શન માટે મજબુરીથી પૈસા ખર્ચવા પડી રહ્યાં છે.

સુરત પાલિકાના લિંબાયત હેલ્થ સેન્ટર પર હાલમાં કુતરા કરડવાના બે દર્દી આવ્યા હતા જેમાંથી બંને દર્દીઓને ટી ટી ઈન્જેક્શન તથા કુતરા કરડ્યા બાદની સારવારના ઈન્જેક્શન બહારથી લાવવા માટેના બનાવ બનતા લોકોમાં રોષ ફેલાયો છે. આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય તેવા લોકોને કૂતરું કરડે ત્યારે હેલ્થ સેન્ટરમાંથી દર્દીને ઇન્જેક્શન માટે પ્રિસ્ક્રીપ્શન લખી આપવામાં આવતા હોવાની ફરિયાદ બહાર આવી છે.

Advertisement

Share

Related posts

આ લે લે !!! કતોપોર બજારમાં બાંકડા સાથે મહિલા જમીનમાં ઉતરી ગઈ ?

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ખરોડ ચોકડી પાસે લેન્ડમાર્ક હોટલ સામે અજાણ્યા વાહનની ટકકરે એક વ્યક્તિનું મોત થયું.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગમાં LNT પ્લાન્ટનાં સુપર વાઇઝર અને મજૂરો પર હુમલો કરી ખંડણી માંગવામાં આવતા નોંધાઇ પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!