Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ખરોડ ચોકડી પાસે લેન્ડમાર્ક હોટલ સામે અજાણ્યા વાહનની ટકકરે એક વ્યક્તિનું મોત થયું.

Share

ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ ખરોડ ચોકડી પાસે અવારનવાર જીવલેણ અકસ્માતો થતાં હોય છે. તાજેતરમાં લેન્ડમાર્ક હોટલ પાસે બે રાહદારીઓનું મોત અજાણ્યા વાહનની અડફેટે આવતા થયું હતું. આ બનાવ અંગે પોલીસ તપાસ કરે તે પહેલા અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ખરોડ ચોકડી પાસે અન્ય એક વ્યક્તિનું મોત અજાણ્યા વાહનની અડફેટે થયું હતું. પોલીસ દ્વારા આ વિસ્તારમાં લગાડવામાં આવેલ CCTV કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે. ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વારંવાર અજાણ્યા વાહનોની અડફેટે આવતા અજાણ્યા માણસોનાં મોત નિપજતા હોય છે. ત્યારે આ અંગે તંત્ર દ્વારા અસરકારક કામગીરી થાય તેવી લોકમાંગ ઉભી થઈ છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : પાટડીમાં આવારા તત્વો દ્વારા મસ્જિદમાં દારૂની બોટલ મુકતા મુસ્લિમ સમાજમાં રોષ.

ProudOfGujarat

કેન્દ્રીય બજેટને આવકારતું જામનગર શહેર ભાજપ

ProudOfGujarat

ગોધરા : લોખંડની પાટો સગેવગે કરનારી છ ઈસમોની ગેંગને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!