Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત સિવિલ હોસ્પિટલના ડાયાલિસીસ વિભાગમાં લાગી આગ, દર્દીઓમાં ભાગદોડ

Share

સુરતઃ સુરત સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ડાયાલિસીસ વિભાગમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા દર્દીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આગના પગલે ડાયાલિસીસના વિભાગ ધુમાડાથી ભરાઈ જતા તમામના જીવ અધ્ધર થઈ ગયા હતા. તાત્કાલિક ફાયરને જાણ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. એસીમાં લાગેલી આગને ફાયરના જવાનોએ કાબુમાં લીધા બાદ તમામે હાશકારો અનુભવ્યો હતો.
બે ડાયાલિસીસ અને એક વેન્ટિલેટર સહિત મશીનો બળીને ખાખ

Advertisement

સુરત સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે 2.30 કલાકે ડાયાલિસીસ વિભાગમાં આવેલા એસીમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નાકળી હતી. જેથી દર્દીઓ, સગાઓ અને સ્ટાફ કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. તાત્કાલિક ફાયરને જાણ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. એસીમાં લાગેલી આગને ફાયરના જવાનોએ કાબુમાં લીધા બાદ કર્મચારીઓએ હાશકારો લીધો હતો. ડાયાલિસીસ વિભાગના 5-6 દર્દીઓને તાત્કાલિક બીજા વોર્ડમાં ખસેડાયા હતા. આગમાં બે ડાયાલિસીસ અને એક વેન્ટિલેટર સહિત મશીનો બળીને ખાખ થઈ ગયા હતા. એસીમાં આગ વાયરીંગના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.સૌજન્ય


Share

Related posts

કોરોનાના વધતા સંક્રમણને લઇને રાજપારડીનું બજાર બપોરના બે સુધી ખુલ્લુ રહેશે

ProudOfGujarat

તાપી જિલ્લાના વ્યારા ખાતે તેજસ્વી તારલા સન્માન અને સમસ્ત શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ટ્રીટમેન્ટ પ્લાન્ટ (NCT) ની પાઇપ માં લીકેજ થતા એક દિવસ માટે પાઇપ લાઇન નું વહન બંધ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!