Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાપી જિલ્લાના વ્યારા ખાતે તેજસ્વી તારલા સન્માન અને સમસ્ત શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

Share

અનુસૂચિત જાતિ એકતા મંચ, તાપી દ્વારા આયોજીત તેજસ્વી તારલા સન્માન અને શૈક્ષણિક કારકીરદી માર્ગદર્શનનો કાર્યક્રમ વ્યારા નગરના શિરમોર ભવન ડો.ભીમરાવ આંબેડકર ભવન ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના સંદર્ભે મુખ્ય અતિથિ તરીકે ડો જસવંતભાઇ રાઠોડ, ડી.સી.સોલંકી., અંકલેશ્વર હાઈસ્કૂલ બીલીમોરાના ઉપાચાર્ય વીન્વીબહેન રાઠોડ, ડો.મેરૂ ભાઈ વાઢેર, નૈષેધભાઈ મકવાણા, વિક્રમ તરસાડીયા, મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના ઉપક્રમે સમાજના સફળ વયવસાયકારો ભરત બથવાર, દીપક વાંસિયા, વિપુલ બથવાર, મેહુલ ચૌહાણ, હસમુખ પરમાર અને ઉધોગ સફળતા મેળવનાર સમાજના યુવા અને બીજા પરિવારોનુ પણ અભિવાદન કરવામાં આવ્યું તેના ભાગરૂપે પત્રકારોનુ પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ.

ધોરણ ૧૦ અને ૧૨ માં પ્રથમ, દ્વિતિય, તૃતીય સફળતા સાંથે સમાજ અને પરિવારનુ બહુમાન વધાર્યું તેમને મેડલ ટ્રોફી મોમેન્ટો અને બાબા સાહેબનુ જીવન ચરિત્રની પુસ્તિકા અર્પણ કરવામા આવી હતી.

Advertisement

આ પ્રસંગને અનુરૂપ વક્તા શ્રીઓએ વાત પાતાના આગવા અંદાજમાં સંબોધ કર્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુ તે સમયે સમાજના આગેવાનો અને દાતાશ્રીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમસ્ત અનુસુચિત જાતી એકતા મંચ તાપીના સર્વે કાર્યકર્તા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવામા અમુલય ફાળો આપ્યો હતો.


Share

Related posts

પાલેજ નજીક આવેલ ફલાયઓવર બ્રિજ નીચે એક માનવીનો મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

દિપાવલી વેકેશન પુર્ણ થતા સોમવારથી શાળાઓ ધમધમશે..

ProudOfGujarat

ઝઘડીયાની ઇન્દોર ગ્રામ પંચાયત દ્વારા નર્મદામાં ચાલતી લીઝો બંધ કરાવવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!