Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : નવાગામ ડીંડોલીમાં ટુ-વ્હીલરને રખડતા ઢોરે અચાનક અડફેટે લેતા મહિલા પટકાઈ, ઘટના CCTV માં કેદ

Share

સુરતમાં ફરી એકવાર રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો છે. નવાગામ ડીંડોલી વિસ્તારમાં ચાલુ ટુ-વ્હીલરને રખડતા ઢોરે અડફેટે લેતા પાછળની સીટ પર બેસનારી મહિલા રોડ પર પટકાઇ હતી અને તેને ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી શહેરમાં રખડતાં ઢોરના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પશુપાલકોની દાદાગીરી અને કોર્પોરેશનની ઢીલી નીતિને કારણે આ સમસ્યા હાલ પણ યથાવત છે.

સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાંથી ટુ-વ્હીલર પર પાછળની સીટ પર બેસનારી એક મહિલાને એકાએક રખડતા ઢોરે અડફેટે લાધી હતી. આથી મહિલા રોડ પર પટકાય છે, જેના કારણે મહિલાને ઇજાઓ થાય છે. આ ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાની મદદ કરી હતી. અતિ વ્યસ્ત વિસ્તારમાં બનેલા આ બનાવ બાદ અન્ય વાહનચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોના રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત.

ProudOfGujarat

નેત્રંગના કવચીયા ગામે લીમડાનાં વૃક્ષમાંથી દુધ જેવા પ્રવાહીની નિકળતી ધારાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ અને સ્વાસ્થ્યના સંગમ સમાન ‘જ્ઞાન ગંગોત્રી’ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!