Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ફૂલ સ્પીડમાં બાઈક હંકારી તેના પર ઊભા રહી સ્ટંટ કરતા યુવક સહિત બે ની ધરપકડ

Share

આજકાલ સોશિયલ મીડિયા પર છવાઈ જવાની ઘેલછામાં યુવાનો અવનવા ગતકડાં કરતા હોય છે. જાહેર માર્ગ પર સ્ટંટ કરીને પોતાની સાથે જ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. થોડા દિવસ પહેલા સુરતમાં પણ એક યુવાને ફ્લાયઓવર પર ફૂલ સ્પીડમાં બાઇક હકારી તેના પર ઊભા રહી વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જાહેર માર્ગ પર જોખમી વીડિયો બનાવનારા આ યુવાન સહિત બે લોકોની પોલીસે ધરપકડ કરી છે.

થોડા દિવસ પહેલા સુરતના પારલે પોઇન્ટ ખાતે આવેલ ફ્લાયઓવર બ્રિજ નજીક એક યુવક જાહેર માર્ગ પર ફૂલ સ્પીડમાં બાઇક હંકારી પછી તેના પર ઊભા રહને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આથી પોલીસે જાહેર માર્ગ પર જોખમી વીડિયો બનાવવા બદલ સ્ટંટ કરનાર શખ્સ ધીરણ ચૌહાણ અને વીડિયો ઉતારનાર કિશોર ધાણકાની ધરપકડ કરી હતી.

Advertisement

પોલીસે બંને આરોપીઓને જ્યાં સ્ટંટ કર્યો હતો ત્યાં લઈ જઈ જાહેર માર્ગ પર બેસાડીને માફી મગાવી હતી. આમ પોલીસે યુવાનોને કાયદાનું ભાન કરાવ્યું હતું અને ભવિષ્યમાં આવા સ્ટંટ ન કરવાની બાંહેધરી યુવકોએ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચની પ્રાઉડ ઓફ ગુજરાત વેબ પોર્ટલ તરફથી તમામ લોકોને દિવાળી, નૂતનવર્ષ તેમજ ભાઈબીજ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ProudOfGujarat

વડોદરાના સાવલી તાલુકામાં ગાજાંનાં જથ્થા સાથે એકની ઘરપકડ

ProudOfGujarat

ભરૂચનાં શેરપુરામાં બે લકઝરી બસ સળગાવી, તોડફોડ અને લૂંટ મામલે AIMIM પ્રમુખ સહિત 8 ની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!