Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં લિંબાયતમાં બાળકને રમાડતા યુવક પહેલા માળેથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત, બાળકનો બચાવ

Share

સુરતના લિંબાયત વિસ્તારમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં એક યુવક બાળકને રમાડતા રમાડતા પહેલા માળેથી નીચે પટકાયો હતો. આ દુર્ઘટનામાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

મળતી માહિતી મુજબ, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં 25 વર્ષીય મુકેશ શાહુ પરિવાર સાથે રહેતો હતો. મુકેશ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 16 ઓગસ્ટના રોજ મુકેશ લિંબાયત વિસ્તારમાં જ રહેતા તેના એક મિત્રના ઘરે ગયો હતો. જ્યાં પહેલા માળે મિત્રના પાડોશીના બાળકને રમાડતા સમયે મુકેશે સંતુલન ગુમાવ્યું હતું અને બાળક સાથે જ નીચે પટકાયો હતો.

Advertisement

આ દુર્ઘટના સર્જાતા સ્થાનિકો ભેગા થયા હતા અને ઇજાગ્રસ્ત મુકેશને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે મુકેશને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જો કે, બીજી તરફ બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. આશાસ્પદ મુકેશના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સુરત : સતત વધી રહેલા જાતીય સતામણીના કેસોને રોકવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે સુરતના મહિલા આઇપીએસ અધિકારીએ માર્મિક કવિતા રજૂ કરી છે.

ProudOfGujarat

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!