Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંસદના ચોમાસુ સત્રમાં થયેલી કાર્યવાહી અંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નડિયાદના પત્રકારોને સંબોધન

Share

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમાં તાજેતરમાં સંપન્ન ચોમાસુ સત્રમાં થયેલી સંસદીય કાર્યવાહી, વિપક્ષોના વલણ અને રજૂ થયેલ બિલો અંગે નાગરિકો માહિતગાર થાય તે ઉદ્દેશથી ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, નડિયાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના શ્રદ્ધેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના કાર્યકાળમાં તાજેતરમાં સંપન્ન ચોમાસું સત્ર ખૂબ જ સફળ રહ્યું.

વિપક્ષોના નકારાત્મક અભિગમ વચ્ચે પણ સંસદીય કાર્યવાહી અસરકારક રહી છે. મણિપુર હિંસા મુદ્દે હોબાળો મચાવનારા વિપક્ષોનું વલણ સમગ્ર સત્ર દરમિયાન નકારાત્મક રહ્યું. મણિપુરની ખૂબ જ અગત્યની ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જવાબો દરમિયાન પણ વિપક્ષોનું નકારાત્મક વલણ દર્શાવ્યું હતું, ચર્ચા દરમિયાન ગૃહમાં હજાર રહવાની જવાબદારી નિભાવવામાં પણ વિપક્ષો ઊણા ઉતાર્યા હતા. વિપક્ષો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો પણ કરૂણ રકાસ થયો. ગૃહમાં અનેક જનહિત અને રાષ્ટ્રહિતના મહત્વના બિલો રજૂ થયા અને ગૃહની નિયત કાર્યવાહીમાંથી પસાર થયા.

Advertisement

જેમ કે  ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (અમેન્ડમેન્ટ) બિલ-૨૦૨૩  ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ – ૨૦૨૩, જે અંતર્ગત rti કાયદાની કલમ ૮(૧)માં જરૂરી સુધારો કરી તેને અમલમાં લાવવામાં આવશે. આ વિધેયક વ્યક્તિને તેના વ્યક્તિગત ડેટાની સુરક્ષાનો અધિકાર આપે છે. તેમ જ ડેટાના કાયદેસરના ઉપયોગની માન્યતા આપે છે. જન વિશ્વાસ બિલ ૨૦૨૨, જે અંતર્ગત ઈઝ ઓફ લિવિંગ અને ડૂઇંગ બિઝનેસ માટે ૧૯ મંત્રાલયના ૪૨ જુદા જુદા કાયદાઓની ૧૮૩ જોગવાઈઓને રદ કરી.

ધી રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ બિલ – ૨૦૨૩, આ બિલ નો હેતુ રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનો અને અન્ય સુવિધાઓ માટે અપડેટ રાખવાનો જેનાથી નાગરિકોને સરળતા રહે અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ,પાસપોર્ટ વગેરેમાં ઉપયોગી થઈ રહેશે. તેમજ મધ્યસ્થી બિલ, નેશનલ નર્સિંગ એન્ડ મીડ વાઈફરી કમિશન બિલ આમ કૂલ આ ચોમાસું સત્ર દરમ્યાન ૨૩ જેટલા બિલો પસાર થયા. અને ૯ બિલો રજૂ કરવામાં આવ્યા જેમાં ગુલામીના પ્રતિક સમાન ipc, Crpc અને એવિડેન્સ એક્ટમાં સુધારા માટે ભારતીય નાગરિક સંહિતા(bns)-૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(bnss)-૨૦૨૩, અને ભારતીય સાક્ષ્ય-૨૦૨૩ જેવા બિલ રજૂ કરવામાં આવ્યા. વિપક્ષોના અવિશ્વાસ પ્રસ્તાવ સામેની ચર્ચા દરમ્યાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી એ અત્યાર સુધીના ગૃહમાં કરેલ સંબોધનમાં સૌથી લાંબી સ્પીચ આપી વિપક્ષોના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો. આ પત્રકાર પરિષદમાં જિલ્લા સંગઠન ઉપપ્રમુખ વિકાસ પટેલ, ખેડા જિલ્લા મીડિયા કન્વીનર અને સહ કન્વીનર  ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ જીલ્લામાં હીટવેવનાં કારણે જન માનસ પર ભારે અસર લોકો 43 ડિગ્રી તાપમાનને પગલે ઘરમાં બેસી રહેવા મજબુર.

ProudOfGujarat

અંકલેશ્વર રાજપિપલા માર્ગનું નવિનીકરણ થવાની વાતે જનતામાં ખુશી.

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં ગટરમાં થતાં ગેસના કારણે ગટરના ઢાંકણામાંથી આગની જ્વાળાઓ ભભૂકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!