Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના અલકાપુરીમાં ગટરમાં થતાં ગેસના કારણે ગટરના ઢાંકણામાંથી આગની જ્વાળાઓ ભભૂકી.

Share

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આજે સવારે ગટરમાં થયેલા ગેસના કારણે આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આજે સવારે અચાનક જ ગટરમાં થતાં ગેસના કારણે ગટરના ઢાંકણામાંથી આગની જ્વાળાઓ ભભૂકી હતી. જેથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ ગેસને કારણે લાગી હોવાથી તે હવામાં પણ પ્રસરેલી હતી. જેથી આગ ઓલવી રહેલ ફાયરબ્રિગેડના બંબાને પણ આગે લપેટામાં લઇ લીધો હતો. ફાયરબ્રિગેડની ગાડી એક ઢાંકણાથી નિકળતી આગની જ્વાળાઓ પર પાણી નાખી રહી હતી. ત્યારે ગટરના બીજા ઢાંકણામાંથી પણ આગ ભભૂકી હતી. જેણે ફાયરબ્રિગેડની ગાડીને લપેટામાં લઇ લીધી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વોર્ડ નંબર ૩માં ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો હેરાન પરેશાન : ન.પાને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં.

ProudOfGujarat

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં સરકારી-ગ્રાન્ટેડ છાત્રાલયોમાં રહેતા અનુસૂચિત જાતિનાં 605 વિદ્યાર્થીઓને કુલ રૂ.9,07,500/- ની સહાય ચૂકવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!