Proud of Gujarat
FeaturedGujaratINDIA

હરિયાણા ખાતેથી ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત રેલ્વે ક્રાઇમ બ્રાંચ

Share

ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રાજ્ય બહારથી આવતી રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો કિંમતી સરસામાન્ની સલામતી રહે તે હેતુસર વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુન્હાઓ અટકાવવા પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ રહ્યું છે.

તે દરમ્યાન પો. કોન્સ, સચીન બાજીરાવ નાઓને ખાનગી રહે મળેલ બાતમીના આધારે પ્લેટફોર્મ નંબર 1 વચ્ચેના ભાગે આવેલ નવી સ્પીડ પાર્સલ ઓફિસ પાસેથી એક ઈસમ નામે અક્ષય સત્યપાલ અરોરા રહે,સોનીપત હરિયાણા પાસેથી એક લાલ ગ્રે કલરની બેગમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા કુલ 47,700 નો મુદ્દામાલ કબ્જે કરી સુરત રેલ્વે પોલીસ મથકે ગુનો દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

તો અન્ય એક બનાવમાં હરિયાણા ખાતેથી ટ્રેન મારફતે સુરત રેલવે સ્ટેશન ખાતે વિદેશી દારૂ લઈ આવેલ ઈસમની બાતમી પો. હેડ કોન્સ મહેન્દ્રભાઈ સુરજીભાઈ નાઓને મળતા તેઓએ પાર્સલ ઓફિસ પાસેથી ગગન મોહનલાલ હંસ રહે, સોનીપત હરિયાણાને ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી કુલ 30,700નોનૉ મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

રાજપીપળાના હરસિદ્ધિ માતાજી મંદિર સામે પાર્કિંગ જગ્યામા ઉભા રહેતા લારી ગલ્લા હટાવવા રજુઆત…

ProudOfGujarat

જીલ્લા કોંગ્રેસ પ્રમુખઓની વિડીયો કોન્ફરન્સની મીટીંગમાં પંચમહાલ જીલ્લાની માહિતી આપતા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી.

ProudOfGujarat

જૂનાગઢનાં વંથલીમાં શાળાની છત ધરાસાયી થતાં 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!