Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત રેલ્વે સ્ટેશન પર પેસેન્જરની ઊંઘની તકનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સ ઝડપાયો.

Share

ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનો માં મુસાફરી કરતા મુસાફરો ના કિંમતી સરસામાન્ની સલામતી રહે તે હેતુસર વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુન્હાઓ અટકાવવા પોલીસ વિભાગ સતત પ્રયત્ન સીલ રહ્યું છે,

સુરત રેલવે ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન રાતે 9:00 વાગે પ્લેટફોર્મ નંબર 1 ના આગળના ભાગમાં પેસેન્જરની ઊંઘની તકનો લાભ લઈ એક ઈસમ મોહંમદ ફેજ ઉર્ફે અબ્દુલ હાફિજ અંસારી રહે. ઉત્તરપ્રદેશનો પેસેન્જરના ગજવામાંથી મોબાઈલ ફોનની ચોરી કરી નાસવા જતાં તેને પકડી તેની તલાસી લેતા તેની પાસેથી 1 મોબાઈલ ફોન કીં.રૂ 11,000 નો મળી આવતા પોલીસે ફોન કબ્જે લઈ ઇસમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

પાલેજની એમકોર કંપનીના ૭૦ કર્મચારીઓ પગાર બાબતે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 રાષ્ટ્રીય આપત્તિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટન એકટ-2005 અમલી

ProudOfGujarat

કીમ ખાતે આવેલા એલ.સી. નં.૧૫૮ પરના માર્ગને  ૩૧મી ડીસેમ્બર સુધી ડાયર્વટ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!