Proud of Gujarat
FeaturedGujarat

ઓલપાડ તાલુકામાં વાવણી લાયક વરસાદ નહિ વરસતા હવે જગતનો તાત ભગવાનના શરણમાં…

Share

આસ્તિક પટેલ ઓલપાડ

ચાલુ ચોમાસું સિઝનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસતા ઘણા તાલુકાઓના રહીશોમાં મેઘ કહેરની બૂમરેંગો ઉઢવા પામી છે.જ્યારે સુરત જિલ્લાના નવ તાલુકાઓ પૈકી ૮ તાલુકાઓમાં પણ મેઘો મનમુકીને વરસતા ભૂમિપુત્રોમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે.પરંતુ એક માત્ર ઓલપાડ તાલુકામાં મેઘાના રિસામણાથી ડાંગર-શેરડી,શાકભાજીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.જેના પગલે તાલુકાના દિહેણ ગામના ખેડૂતોઓ હવે ઇન્દ્રદેવને મનાવવા ગામના મહાદેવ ભગવાનનું શરણું લઇ મંદિરમાં ૧૨ કલાકની અખંડધૂન અને ભજન-કિર્તનનું આયોજન કરતા ગામના બાળકો,મહિલાઓ અને વૃદ્ધો પ્રભુને વરસાદની પધામણી માટે પ્રાર્થના કરી હતી.

Advertisement

સમગ્ર દેશમાં સૂર્યદેવ આથમ્યા બાદ અંધારું થતા લોકો રાત્રે મીઠીં નિંદ્રામાં પોઢી જતા હોય છે,પરંતુ ઓલપાડ તાલુકામાં છેલ્લા સાત-આઠ વરસથી મેઘરાજાના રિસામણાના પગલે ખેતી લાયક વરસાદ ન વરસતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ જવા પામી છે.જ્યારે ચાલુ ચોમાસાંની સિઝનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ડાંગ,નવસારી,વલસાડ,ભરૂચ,નર્મદા-તાપી અને સુરત જિલ્લાના આઠ તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોએ પાણી-પાણીનો પોકારને તિલાંજલી આપી દીધી છે.પરંતુ એક માત્ર ઓલપાડ તાલુકામાં જ અત્યાર સુધીમાં માત્ર ૧૩૫ એમ.એમ.(૫.૧૦ ઇંચ)જ વરસાદ પડતા ડાંગરનું ધરૂં વાવણી લાયક થવા છતાં રોપણી ન થવાના પગલે તાલુકાના ભૂમિપુત્રોમાં ચિંતાના વાદળો ચકરાવે ચઢ્યા છે.જા કે ઓલપાડ તાલુકાના ખેડૂતો પશુપાલન અને ખેતી પર જીવન જીવનારા લોકો હોવાથી ખાસ કરીને દરિયાઇ કાંઠા વિસ્તારના લોકો વરસાદ આધારિત ખેતી કરે છે,જ્યારે સરકારે કરોડો રૂપિયાના આંધણ વચ્ચે કેનાલો તો બનાવી છે,પરંતુ ઉકાઇ ડેમની ઓછી જળસપાટીના પગલે કેનાલના પાણી જ કાંઠા વિસ્તારમાં ન પહોંચતા ખેડૂતો પરેશાન છે.જો કે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારની દરિયાઇ પટ્ટીના ભાંડૂત,પિંજરત,તેના,બરબોધન,દિહેણ,કરંજ,નઘોઇ,આડમોર, લવાછા,મોર,ભગવા સહિતના અનેક ગામોના કેટલાક ખેડૂતોએ તો વરસાદની શરૂઆતના દિવસોમાં બે-ત્રણ ઇંચ વરસાદ પડતા જ ડાંગરની વાવણી કરી દીધી હતી,પરંતુ હવે મેઘરાજાએ રિસામણા લેતા જગતનો તાત ડાંગર સહિત શેરડી,શાકભાજીના ઉભા પાક સુકાતો જણાતા નિષ્ફળ જવાની ભીંતીથી ફફડી રહ્યા છે. મેઘરાજાને મનાવવા તાલુકાના દિહેણ ગામના ખેડૂતો તો ગત શનિવાર,તા-૧૩ ના રોજ રાત્રિના સુમારે પરિવારજનો સાથે ગામના માતાજીના મંદિરમાં ધામા નાંખી મેઘરાજાને મનાવવા સતત ૧૨ કલાકની અખંડધૂન-ભજન કિર્તન કરી ભગવાનનું શરણું લેતા તાલુકાના અન્ય ગામોના ખેડૂતો પણ મંદિરમાં મેઘરાજાની પધામણી માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. 


Share

Related posts

મહિલાઓની સતામણી કરતા રોમિયો ચેતી જજો: વડોદરામાં છટકું ગોઠવી રોમિયોગીરી કરતા શખ્સને ઝડપી પાડયો.

ProudOfGujarat

કરજણ તાલુકાનાં સામરા ગામે નવી નગરીમાં ઝાડ નીચે જુગાર રમતા પાંચ જુગારીઓને ૧૩,૫૧૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ.

ProudOfGujarat

વડોદરામાં તા. 5 અને 6 એ અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!