Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં રાત્રિ દરમિયાન દુકાનોના શટર તોડી ચોરી કરતી નેપાળી ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

Share

સુરતમાં રાત્રિ દરમ્યાન દુકાનોના શટર તોડી ચોરી કરનાર નેપાળી ગેંગની પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.બી.ના માર્ગદર્શન હેઠળ આર.જે.ચૌધરી તથા પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે પાંચ આરોપીને ઝડપી તેમની પાસેથી ચોરી કરેલા રોકડ રૂપિયા 40,700/-, મોબાઈલ નંગ-1 તથા હીરો કંપનીની પેસેન તથા સીડી ડાઉન મળી કુલ રૂ.1,10,700/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. ઝડપાયેલ આરોપી પૈકી (1) નવરાજસિંગ જયસિંગ વિશ્વકર્મા (2) લલિત ઉર્ફે લાલા નંદુ વિશ્વકર્મા (3) પ્રહલાદ ઉર્ફે રવિ જોગી દમાઈ (4) ક્રિષ્ના ઉર્ફે કિશન રામબહાદુર નેપાલી (5) જીતેન્દ્ર ઉર્ફે ગોરીયા અર્જુનસિંહ તીરવા.
મજકૂર તમામ આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યુ કે સેન્ટ્રલ લોક ન હોય તેવી દુકાનોને ટાર્ગેટ કરી રાત્રિ દરમિયાન દુકાનનું શટર ઊંચું કરી દુકાનોમાંથી રોકડ રકમ તથા બીજી કિંમતી વસ્તુઓની ચોરી કરતાં અને ચોરીનો માલ સરખે ભાગે વહેચી લેતા હોવાની હકીકત જણાઈ છે. જે બાબતે તપાસ કરતાં શહેર વિસ્તારની ચાર અલગ અલગ ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાની કબૂલાત કરી છે.

Advertisement

Share

Related posts

ગોધરા એસ.ઓ.જી પોલીસે હાલોલ જી.આઈ.ડી.સી માંથી રેશનિંગનુ સરકારી કોટાનુ ભુરા રંગનુ કેરોસીન તથા જુદા-જુદા પ્રકારના રસાયણ ભરેલ બેરલો તથા બીજો શંકાસપ્દ મુદ્દામાલ જપ્ત કર્યો …

ProudOfGujarat

ભરૂચ કોર્ટ રોડ પર મહાકાય લીમડા નું વૃક્ષ રસ્તા વચ્ચે જ તૂટી પડતા દોડધામ, વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી

ProudOfGujarat

નેત્રંગ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા “સમર્થ” થીમ પર ચતુર્થ વાર્ષિકોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!