Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા “સમર્થ” થીમ પર ચતુર્થ વાર્ષિકોત્સવ યોજાયો.

Share

નેત્રંગ તાલુકાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઘડતરની સાથે તેમની પ્રતિભાના વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. સરકારી શાળાઓનાં વિધાર્થીઓમાં રહેલ આવી અનેક પ્રતિભાને ખીલવવા અને આપણી સાંસ્કતિમાં રહેલી વિવિધતાને જાણવા માટે નેત્રંગ તાલુકા શિક્ષ્ણ વિભાગ દ્વારા ચતુર્થ વાર્ષિકોત્સવ – ૨૦૨૩ નું આયોજન કરાયું.

કાર્યક્રમની શરૂઆત આદીવાસી પરંપરાઓ અને નૃત્ય સાથે આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. જે બાદ દીપ પ્રાગટ્ય કરી અને બી.આર.સી કો. ઓર્ડીનેટર હિરેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. જે બાદ તુલસીનો છોડ અને ચકલી ઘર અને પક્ષીઓ માટે પીવાના પાણીનાં બાઉલ્ડ આપી આવેલ મહેમાનોને આવકાર્યા હતા.

નેત્રંગ તાલુકાનાં થવા બેડા કંપનીની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાના સબળ નેતૃત્વ થકી ટીમ ગુજરાતને સુર્વણ પદક પ્રાપ્ત થયો છે ત્યારે આ પ્રસંગે દ્રષ્ટિ વસાવાનું પણ શિક્ષણ વિભાગ દ્વારા સાંસદ સભ્ય અને નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે બ્લોક રિસોર્સ સેન્ટર નેત્રંગ તાલુકાના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે લોગોમાં સેવા, શિક્ષન અને સંસ્કારના સૂત્ર સાથે જ કુદરતી સોંદર્યનો પણ આ લોગોમા સમાવેશ કરવામાં આવ્યું છે.

Advertisement

તાલુકા તેમજ તાલુકાની શાળાઓમાં કે જેઓ વિવિધ પ્રવૃતિઓમાં ઉત્સાહ પુર્વક ભાગ લેનાર વિદ્યાર્થીઓને તેમજ આજે યોજાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ લેનાર બાળકોને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અલ્પેશભાઈ વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી કિશનભાઇ વસાવા, પ્રાચાર્ય કલ્પનાબેન ઉનડકટ, જિલ્લા પંચાયત ચેરમેન વર્ષાબેન દેશમુખ સહિત તાલુકાના આગેવાનો અને શિક્ષક ગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્ર્મ સફળ બનાવ્યો હતો.


Share

Related posts

આત્મહત્યાનો પ્રયાસ કરનાર પોલીસકર્મીનુ સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે વાલિયા પણસોલી ગામના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

આગામી 72 કલાક માં નવસારી જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!