Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોરમાં ફાગણસુદ પુનમ નિમિત્તે યોજાનાર લોકમેળા દરમિયાન શહેરના માર્ગો ઉપર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ બહાર પડાયું.

Share

ફાગણસુદ પુનમ (હોળી ધુળેટી) તહેવાર નિમિત્તે ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે ધાર્મિક લોકમેળો યોજાનાર છે. આ મેળામાં ગુજરાત રાજયમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી કાયદો અને વ્યવસ્થા તેમજ યાત્રાળુઓની સલામતી અને ટ્રાફીક જામ ન થાય અને વાહન અકસ્માતના બનાવ ન બને તે હેતુથી તા.૦૪ માર્ચ  થી તા.૦૮ માર્ચ ૨૦૨૩ દરમ્યાન ડાકોર શહેર વિસ્તારમાં નીચે જણાવ્યા મુજબના માર્ગો ઉપર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામુ પોલીસ અધિક્ષક, ખેડા દ્વારા જણાવવામાં આવે છે.

ડાકોર શહેરના એ.જી.શાહ પેટ્રોલપંપથી મુખ્ય રોડ થઈ વૃંદાવન સોસાયટી તરફ જતો માર્ગ; ગુર્જરી ઓક્ટ્રોય નાકાથી ગણેશ સીનેમા થઈ મંદિર તરફ જતો માર્ગ; ટ્રાફીક સર્કલ, ત્રણ દરવાજાથી મંદિર તરફ જતો માર્ગ; ડોન બોસ્કો હાઈસ્કૂલથી નાની ભાગોળ થઈ મંદિર તરફ જતો માર્ગ; ૨ણછોડપુરા પાટીયાથી ડાકોર શહેર તરફ જતો માર્ગ; ગાયોના વાડાથી ડાકોર શહેર તરફ જતો માર્ગ અને વેલકમ પાટીયાથી મંદિર તરફ જતા માર્ગ ઉપર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મુકવામાં આવે છે. આ હુકમ સરકારી વાહનો, ફાયર બિગ્રેડના વાહનો, એમ્બ્યુલન્સ વાનને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પંચમહાલ ખાણખનિજ વિભાગે કરોડોની વસૂલાત કરતા ભૂમાફિયા ઓમાં ફફડાટ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ફટકારેલી સજા પર લગાવી રોક

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં ભંગારનો ધંધો કરતા ઇસમને ચાર ઇસમોએ માર મારી લુંટી લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!