Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : શહેરના ઈતિહાસને બચાવવા માટે સુરત મહાનગર પાલિકા સુરત લગભગ 2900 થી વધુ ઘરોને હેરીટેજ ઘોષિત કરવાની તૈયારી કરી રહી છે.

Share

સુરત શહેરના ઈતિહાસને બચાવવા માટે સુરત મહાનગર પાલિકા સુરત લગભગ 2900 થી વધુ ઘરોને હેરીટેજ ઘોષિત કરવાની તૈયારી કરી રહી છે. 2008-2009થી મનપા સેન્ટ્રલ અને રાંદેર ઝોનનો સર્વે કરી રહી હતી. જેમાં 100 થી 200 વર્ષ જુના ઘરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતનું અભિન્ન અંગ એવા સુરતના ઐતિહાસિક વારસાને સાચવી રાખવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા 2008-2009 થી સર્વે કરવામાં આવી રહ્યો હતો. જેમાં સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનના જુના મકાનોનો સર્વે કરાયો હતો. પાંચ હજાર થી પણ વધુ જુના ઘરોનો સર્વે કરાયા બાદ તેમાંથી 2900 થી પણ વધુ ઘરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાંદેરમાં 537 મકાનો રાંદેર ઝોનના અને બાકીના સેન્ટ્રલ ઝોનના છે. સર્વેમાં રાંદેર સિવાય સગ્રામપુરા, સલાબતપુરા, બેગમપુરા, નાનપુરા, મહિધરપુરા, રામપુરા, ગોપીપુરા, વાડી ફળિયા, સોનીફળિયા, સૈયદપુરા, હરિપુરા સામેલ છે. મનપા દ્વારા આ ઘરો ને બે વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે રાંદેર ઝોન અને સેન્ટ્રલ ઝોન. જેમાં રાંદેર ઝોનના મકાનોના નકશીકામ અદ્ભૂત છે. આ પોતાના મકાનોમાં સિમેન્ટ અને પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે સેન્ટ્રલ ઝોનના ઘરોમાં લાકડાનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો છે.
મનપાના હેરીટેજ વિભાગના પ્રમુખ સી.વાય.ભટ્ટએ જણાવ્યું હતું કે મનપા દ્વારા જે ઘરોને હેરીટેજ ઘોષિત કરાશે તે ઘરોમાં બદલાવ કરવા માટે ઘર માલિકોએ મનપાની પરવાનગી કરવી પડશે. જો મકાન જર્જરિત થશે તો તેને સરખું કરવા માટે મનપાની કોર કમિટીની પરવાનગી ઘર માલિકે લેવી પડશે. એમાં પણ ઘરની અંદરની જ બદલાવ થઈ શકશે. જો માલિક બદલાવ કરવા માટે અસક્ષમ હશે તો ઘર કોઈ બીજી વ્યક્તિને આપવામાં આવશે. મનપા પણ તેને લઈને જીણોધ્ધાર કરી શકશે.
સી.વાય.ભટ્ટએ વધુ માં જણાવ્યું હતું કે શહેરના ઈતિહાસને બચાવવા માટે મનપા આ નિયમ લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં સંપત્તિના માલિકોને કયા પ્રકારની આર્થિક સહાયતા કરવામાં આવશે તેને માટે કાયદા બનાવવામાં આવ્યા છે. તમામ મકાનો મેન્ટેન્ટ કરવા માટે હેરિટેજ કમિટી બનાવવામાં આવશે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ગોપેશ્વર મહાદેવ નો પાટોત્સવ ઉજવાયો

ProudOfGujarat

વાગરા તાલુકાના પણિયાદરા અને લુવારા ગામે બિનઅધિકૃત માટી ખનન ઝડપાયું :  રૂ.૨.૮૦ કરોડનો મુદ્દામાલ સીઝ

ProudOfGujarat

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!