Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં સોનાનાં ધરેણાં બનાવવાનાં કારખાનામાં કામ કરનાર કારીગર પર સોનું ચોરવાનો દોષ લગાવી તેને આત્મહત્યા કરવા મજબુર કરનારા કારખાનાનાં માલિક સહિત 6 લોકોની સુરત પોલીસે ધરપકડ કરી હતી.

Share

સુરતમાં એક કારીગરે આપધાત કરતાં તેમાં 6 લોકો સામે દૂષપ્રેરણા બદલ પોલીસે ધરપકડ કરી છે. બનાવની વિગત અનુસાર સુરત ગોપીપુરાની અમીરત બિલ્ડીંગમાં રહેતા સુદીપ દિલિપ નંદનનાં જે મૂળ બંગાળી છે. તે ગોપીપુરાનાં અંબાજી રોડ ઉપર આવેલ દેવ નારાયણનાં સોનાનાં ધરેણાં બનાવતા કારખાનામાં કામ કરતો હતો. જેમાં કેટલૂક સોનાની ચોરી થઈ હોવાની વિગત બહાર આવતા દેવ નારાયણે સુદીપ નંદન પર વહેમ જતાં કારખાનાં માલિક દેવ નારાયણએ તેની દીકરી શ્રેયાને વાત કરતાં તેણે સામાજીક કાર્યકર્તા અને પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેધના પટેલને વાત કરતાં મેધનાબેનની સલાહ પર સુદીપ પર વોચ ગોઠવી હતી અને સોનું સુદીપે જ સગેવગે કર્યું હોવાનું જણાતા સુદીપને મેધના પટેલની ગાડીમાં બેસાડી લાવી તેને થપકો આપી ગાળો આપી હતી. જ્યારે અર્જુન અને ચિરાગ પટેલની ઓફિસમાં પૂરી દઈ માર મારવામાં આવતા ચિરાગ પટેલની ઓફિસમાં સુદીપ નંદનએ ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા આ મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે દેવ નારાયણ, તેની પુત્રી શ્રેયાબેન, મેધના પટેલ, ચિરાગ ખંડેરિયા, અર્જુન ચૌધરી, તરૂણ નાગર સામે દૂષપ્રેરણા આપધાત કરવા મજબૂર કરવા, માર મારવા, ગોંધી રાખવા, અપહરણ જેવી કલમ મુજબ ગુનો દાખલ કરી તમામ 6 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે મેધના પટેલ કે જેઓ ગુજરાત પ્રદેશ મહિલા સમિતિનાં ઉપપ્રમુખ છે તેઓની આ મામલે સંડોવણી અને ધરપકડ થતાં તાત્કાલિક ધોરણે તેમણે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોના મહામારી બાદ પ્રથમ વર્ષનાં વર્ગખંડો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી.

ProudOfGujarat

ભરૂચ : કયાં કેટલો વરસાદ વરસ્યો, ડેમની સપાટી અને નર્મદા નદીની સપાટી વિશે જાણો વધુ.

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામે અગાઉ પકડાયેલા 6410 કિલો ગૌમાંસ ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી ની ટીમે ઝડપી પાડયો

ProudOfGujarat
error: Content is protected !!