Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાંથી 18 દિવસથી લાપતા કિશોરીનું અપહરણ થયું છતાં પોલીસે તપાસ નહીં કરતાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

Share

સુરતના વરાછા વિસ્તારની કિશોરીનું 17 દિવસ પહેલાં યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવવામાં આવી હતી. જોકે, હજુ સુધી કિશોરી મળી નથી અને પોલીસની ધીમી કામગીરીના પગલે પરિવાર સહિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે પરિવાર અને સમાજના લોકો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.હાલ પોલીસ દ્વારા કિશોરીના પરિવારને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વરાછા વિસ્તારમાં આવેલા એલ.એચ રોડ અર્ચના સ્કૂલની બાજુમાંથી ગત 8 મી જાન્યુઆરીના રોજ 14 વર્ષ અને 9 માસની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આરોપી કમલેશ જોધાભાઈ ભાલીયા સામે કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, કિશોરી હજુ સુધી ન મળી આવતા કિશોરીના પિતાએ પોલીસ તપાસ યોગ્ય રીતે ન થતી હોવાના અસંતોષ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : દાંડિયા બજાર રોડ પર એસ.ટી બસ અને મોપેડ વચ્ચે સર્જાયો અકસ્માત : એક મહિલા ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

નેત્રંગ ની સરકારી વિનયક વાણિજ્ય કોલેજ બાહર વિધાર્થીઓનો હોબાળો, પોલીસ અને આગેવાનોએ દરમ્યાનગિરી કરી મામલો થાળે પાડ્યો

ProudOfGujarat

અંકલેશ્વરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લોકોએ દાન પુણ્યનું ભાથું બાંધી ધન્યતા અનુભવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!