Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ઓટો રિક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ લૂંટ કરનાર બે ઝડપાયા.

Share

સુરત શહેરમાં ઓટો રિક્ષામાં મુસાફરો બેસાડીને અંધારામાં લઈ જઇ ચપ્પુની અણીએ લૂંટ કરનારા બે યુવાનને પોલીસે ઝડપી લીધા હતા. સુરત શહેરમાં તહેવારોનાં સમયે તેમજ આડા દિવસોમાં લોકોને રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવતી ગેંગ દ્વારા 65 વર્ષનાં એક વૃદ્ધને ઓટો રિક્ષામાં બેસાડીને લિંબાયત મીઠી ખાડી નજીક અંધારામાં લઈ જઈને ગળાનાં ભાગે ચપ્પુ મૂકી રોકડા રૂ.6000 તથા મોબાઈલ ફોન સોનાની ચેઇન વગેરેની લૂંટ ચલાવીને કુલ 81 હજારની લૂંટ ચલાવી હતી. આ મામલે સુરત પોલીસે તપસ શરૂ કરતાં ઇમરાન ઉર્ફે જવારી શેખ લિંબાયત સુરત તથા અલ્લારખ્ખા ઉર્ફે અલ્લુ શેખ મીઠી ખાડી લિંબાયતને પાકી બાતમીને આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે લૂંટનો મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તથા લૂંટમાં વપરાયેલી રિક્ષા મળીને કુલ રૂ.1,32,000 નો મુદ્દામાલ સાથે બંનેને ઝડપી લીધા હતા.

Advertisement

Share

Related posts

દામાવાવ પોલીસ મથકના PSI જી.જે.રાવતનો સપાટો. વિદેશી દારુના જથ્થા સાથે એકની ધરપકડ.બુટલેગરોમાં ફફડાટ.

ProudOfGujarat

ભરૂચ નગરનાં સિંધવાઈ માતાનાં મંદિર પાસે વૃક્ષ ધરાશાય થયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનાં કેસમાં જંગી વધારો : તંત્ર સતર્ક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!