Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત : દેશમાં “ડ” વર્ગની નગરપાલિકામાં માંડવીની આગવી ‘સિટીઝન સ્માર્ટકાર્ડ’ યોજના…

Share

માંડવી નગરપાલિકા દ્વારા નગરજનો દ્વારા લેપરલેસ વહીવટ થાય તે માટે સિટીઝન સ્માર્ટકાર્ડની વ્યવસ્થા સમગ્ર દેશમાં “ડ” વર્ગની નગરપાલિકામાં સૌપ્રથમવાર કરવામાં આવી છે. જેમાં માંડવીના આશરે 7000 પરિવારોના સભ્યોને આધારકાર્ડ, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોના ડેટા પરિવારની લેખિત સંમતિ લઈ કેન્દ્ર સરકારના ડિજિટલ લોકરમાં સુરક્ષિત રાખવામાં આવશે. આ સ્માર્ટકાર્ડ દરેક પરિવારને નિઃશુલ્ક આપવામાં આવશે. વડાપ્રધાનના ‘ડિજિટલ ઇન્ડિયા’ના સ્વપ્નને સાકાર કરતી માંડવી નગરપાલિકાની આગવી ‘સિટીઝન સ્માર્ટકાર્ડ’ યોજના માટે નગરપાલિકા દ્વારા સિટીઝન સ્માર્ટકાર્ડ માટે આગવું સોફટવેર વિકસાવવામાં આવ્યું છે.

આ સિટીઝન સ્માર્ટકાર્ડથી જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમાં, આવકના દાખલા, રહેઠાણ, મિલ્કત, બીપીએલના દાખલા માટે નાગરિકોએ કોઈ સાધનિક પુરાવા લાવવાના રહેશે નહિ. ફકત સિટીઝને સ્માર્ટકાર્ડ લાવવાથી ઉપરોકત દાખલા પેપરલેસ વહીવટથી મળી રહેશે. સ્માર્ટકાર્ડના ઉપયોગથી વહીવટી સુગમતા થશે, અને જરૂરી પ્રમાણપત્રો ઓછા સમયમાં નગરજનોને મળશે. મતદારોની નોંધણી, મતદારોના સરનામાનો ફેરફાર તથા પુખ્તવયના યુવાનોની મતદાર નોંધણી અંગેના ઓળખકાર્ડની કામગીરીમાં સરળતા રહેશે. સ્માર્ટકાર્ડ સોફટવેરના કારણે બાકી વેરા માટે SMS દ્વારા નાગરિકોને જાણકારી મળશે. નગરજનોને રેશનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડમાં સુધારા વધારા કે નવી નોંધણી માટે નાગરિકોને માર્ગદર્શન આપી શકાશે.માંડવી નગરપાલિકામાં સિટીઝન સ્માર્ટકાર્ડ લઈને આવનાર વ્યકિતને પ્રમાણપત્ર આપતા પહેલા સ્માર્ટકાર્ડધારકના મોબાઈલ પર OTP જશે. જે વેરીફાઈ થયા પછી જ એમને દાખલો તથા વિગતો મળી શકશે. આમ, નગરજનોની તમામ માહિતી ગોપનીય રહેશે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ન્યુ બર્ગ કંપનીમાંથી સ્ટીલની પ્લેટો કિંમત રૂ.70 હજારની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

ભારતીય કિસાન સંધ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવાયેલ આવેદનપત્રમાં ગૌચરની જમીનનાં વેચાણ દસ્તાવેજ અંગે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!