સુરતઃ કોલકાતામાં આયોજિત 81 કિલોમીટરની વર્લ્ડ લોન્ગેસ્ટ સ્વિમિંગ સ્પર્ધામાં સુરતના કિશોરે 7માં ક્રમે આવી સુરતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં સ્વિત્ઝરલેન્ડ, બાંગ્લાદેશ, મંગોલીયા, ફિલિપાઈન્સ, આર્જેનટીકા અને ભારતના 27 સ્વિમર્સે ભાગ લીધો હતો. 26 ઓગસ્ટના રોજ આયોજિત આ સ્વિમિંગ સ્પર્ધામાં 12 સ્વિમર્સે 81 કિલોમીટરની સ્પર્ધા પૂર્ણ કરી હતી. જેમાં સુરતનો અનિકેત પટેલ 7માં ક્રમે આવ્યો હતો. જ્યારે 19 કિલોમીટરની સ્વિમિંગ સ્પર્ધામાં નિતાઈ રાંદેરીયા 10માં ક્રમે આવી સુરતનું ગૌરવ વધાર્યું હતું. આ બન્ને ખેલાડીઓ પાલ સ્વિમિંગ પુલમાં વિનોદ સારંગ અને ઉર્વશી સારંગના હાથ નીચે ટ્રેનીંગ કરતા હતા.
ગંગા નદીમાં 81 કિમી સ્વિમિંગ સ્પર્ધા 11.38 કલાકમાં પૂર્ણ કરી

અનિકેત જયેશ પટેલ(સ્વિમર) એ જણાવ્યું હતું કે, સ્પર્ધા ખૂબ જ હાર્ડ હતી. જેથી છેલ્લા 4 મહિનાથી કોચ વિનોદ સર અને ઉર્વશી મેડમ રોજના 4-6 કલાકની પાલ સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ કરાવતા હતા. ધોરણ 11 કોમર્સના અભ્યાસની સાથે સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેવું ખૂબ અઘરું છે. છેલ્લા 11 વર્ષના સ્વિમિંગના અનુભવ સાથે તે રાજ્ય કક્ષાની 7 અને નેશનલ કક્ષાની 4 સ્પર્ધામાં ભાગ લઈ અનેકવાર સુરતનું નામ રોશન કરવામાં સફળ થયો છું. પણ ઇન્ટરનેશનલ કક્ષાની આ પ્રથમ સ્પર્ધા હતી અને ગંગા નદીમાં 81 કિલોમીટર સતત તરવાનું હતું. જેથી પહેલાં તો વાત સાંભળીને જ ધ્રુજારી આવી ગઈ હતી પરંતુ કોચના મોટિવેશન બાદ આ સ્પર્ધામાં ભાગ લેવાનું મન બનાવી લીધું હતું. અને આખરે 81 કિલોમીટર સ્વિમિંગ સ્પર્ધાના પ્રથમ અનુભવમાં જ 11.38 કલાકમાં પૂર્ણ કરી 7માં ક્રમે આવીને ખૂબ જ આનંદ થયો છે.

27માંથી 12થી જ સ્પર્ધા પૂર્ણ થઈ

વિનોદ સારંગ (કોચ) એ જણાવ્યું હતું કે, આવી લોન્ગેસ્ટ સ્પર્ધાનું નામ સાંભળી ને જ સ્વિમર્સ ડરી જતા હોય છે. પણ સુરતના કિશોરે જે હિંમત બતાવી અને 81 કિલોમીટરની કોમ્પિટિશન પૂર્ણ કરી એ જ મોટી વાત છે. જોકે, આ સ્પર્ધામાં સુરતના એક માત્ર અનિકેતે જ ભાગ લીધો હતો. રોજ ના 4-6 કલાકની આ સ્પર્ધાની પ્રેક્ટિસ કરતા લાગતું હતું કે, ચોક્કસ સુરતનું નામ રોશન કરશે અને 27 સ્વિમર્સમાં માત્ર 12 ખેલાડીઓ એ જ આ સ્પર્ધા એટલે કે 81 કિલોમીટરનું સ્વિમિંગ પૂર્ણ કર્યું છે. જેમાં અનિકેત 7માં ક્રમે આવ્યો છે. જે ખૂબ જ ખુશીની વાત છે. કોલકાતામાં આયોજિત 19 કિલોમીટરની બીજી સ્પર્ધામાં સુરતના નિતાઈ રાંદેરીયાએ 10મો ક્રમ હાંસલ કર્યો છે. આ 19 કિલોમીટરની સ્પર્ધામાં 45 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં નિતાઈ 10માં ક્રમે આવ્યો હોવાનું પણ એક કોચ તરીકે ગર્વની વાત છે. નિતાઈએ આ 19 કિલોમીટરની સ્વિમિંગ સ્પર્ધા 2 કલાક અને 35 મિનિટમાં જ પુરી કરી હતી…સૌજન્ય DB

LEAVE A REPLY