Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત: પોલીસની દાદાગીરી : નાના વરાછામાં લારીવાળાને જવા દેવાની વિનંતી કરનાર વેપારીને કાપોદ્રા પોલીસે ઢોર માર માર્યો

Share

નાના વરાછા પોલીસ ચોકીએ લઇ જઇ રહેલા લારીવાળાને છોડી દેવા વિનંતી કરતા વેપારીને પોલીસે ઢોરમાર મારતા તે બેભાન થઇ ગયો હતો. નાના વરાછા જલારામ સોસાયટીમાં રહેતા સ્ટીલના પાઇપના વેપારી 35 વર્ષીય નરદીપસિંહ શોલુભાઈ ગોહિલ 16મી તારીખે દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે પોલીસવાળા એક લારીવાળાને ચોકીમાં લઈ જઇ રહ્યા હતા.

નરદીપે પોલીસને લારીવાળાને જવા દેવા વિનંતી કરી હતી.નરદીપની વાતથી ઉશ્કેરાયેલા પોલીસ વાળાઓ તેને પણ બાઈકથી ખેંચીને ચોકી લઈ ગયા હતા. ચોકીમાં નરદીપને ગાળો આપીને બે પોલીસવાળા નરદીપના પગ પર ઉભા રહીને દંડાથી પગ, પેટ અને મોઢાના ભાગે માર માર્યો હતો. મોઢામાંથી લોહી નીકળતા નરદીપને તેના પિતાને ફોન કરવા દીધો હતો. ત્યાર બાદ નરદીપ થોડીવાર સુધી ચોકીમાં બેભાન રહ્યો હતો.

Advertisement

નરદીપના પિતા તેને હોસ્પિટલ લઇ ગયા હતા. ધક્કા ખાધા કાપોદ્રા પોલીસે પોલીસકર્મી દિલીપ ડી રાઠોડ, સંજય કણજારિયા , જય અને હરદીપ સામે ફરિયાદ નોંધી છે. 16 તારીખે પોલીસે માર માર્યો હતો. અમે ફરિયાદ કરવા તો પોલીસે ફરિયાદ લીધી ન હતી. પોલીસ કમિશનરને રજુઆત કરી છતાં તાત્કાલિક ફરિયાદ નોંધાઇ ન હતી. એટલું જ નહીં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા અમારા પર ઘણું દબાણ કરાયું હતું. અંતે ગૃહ વિભાગને ફરિયાદ કરતા કાપોદ્રા પોલીસે સામાન્ય કલમ હેઠળ ફરિયાદ નોંધી.


Share

Related posts

વડોદરાની પાસપોર્ટ ઓફિસમાં હડતાળ હોવા છતાં અરજદારોને એપોઇન્ટમેન્ટ અપાતા હોબાળો

ProudOfGujarat

વડોદરા ટ્રાફિક પોલીસે રક્ષાબંધન નિમિત્તે અનોખું અભિયાન શરૂ કર્યું.

ProudOfGujarat

શહેરા નગરપાલિકાના પ્રમુખના પતિના મેડીકલ સ્ટોર્સને નિશાન બનાવી તસ્કરોએ ૬૦,૦૦૦ની રોકડની કરી ઉઠાંતરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!