Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોસંબા APMC નાં ચેરમેન અને વાઇસ ચેરમેનનો સન્માન સમારોહ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વેલાછા ગામે કોસંબા એ.પી.એમ.સી.નાં નવા નીમાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

કોસંબા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે દિલીપસિંહ રાઠોડ અને વાઈસ ચેરમેન તરીકે અનિલ શાહની નિમણૂક કરવામાં આવી છે ત્યારે વેલાછા ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. શાલ ઓઢાડી અને હાર પહેરાવીને ચેરમેન અને વાઇસ ચેરમેનનું મંત્રી ગણપતસિંહ વસાવા તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે મંત્રી ગણપતસિંહ વસાવા, કોસંબા એ.પી.એમ.સીનાં ચેરમેન દિલીપસિંહ રાઠોડ, વાઇસ ચેરમેન અનિલ શાહ, જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી, હર્ષદ ચૌધરી, સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપક વસાવા સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

વિરમગામ પાણી પુરવઠા ના હાંસલપુર જુથના હેડવર્કસ મા નવી એજન્સી થી કોન્ટ્રાક્ટ બદલાતા 70 થી વઘુ કામદારો ને કાઢી મૂકાતા રોષ…

ProudOfGujarat

નડિયાદમાં પૈસાની લેવડદેવડમાં મિત્રને કુવામાં ધક્કો મારી હત્યા કરનાર આરોપી ઝડપાયો

ProudOfGujarat

રાજપીપળા જકાતનાકા થી વડીયા ગામ સુધીનો રસ્તો નહી બનતા ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!