Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત: ગજાનંદ મૂષક રાજ પર નહીં: પણ કોરોના વેકસીન પર સવાર થઇને આવશે

Share

કોરોના મહામારીમાં ત્રાસી ગયેલા લોકો ગણપતિનો તહેવાર આવતા ગણપતિની પ્રતિમા બનાવવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે હવે કોરોના ના સમયમાં ગજાનન મૂષક રાજ પર નહિ, પરંતુ કોરોના વેક્સિન (Corona Vaccine) પર સવાર થઇને આવશે. આ વખતે કોરોના મહામારીને ધ્યાને રાખતા કોરોનાની થીમ પર ગજાનનની પ્રતિમા બનાવવામાં આવી રહી છે.

ગણપતિબાપા ના આગમનને 45 દિવસો બાકી છે. કોરોનાકાળથી વિઘ્નહર્તા બચાવે આ કામના દરેક ગણેશ ભક્ત કરે છે. ગયા વર્ષે ગણપતિબાપા કોરોનાનો વધ કરી રહ્યા છે, તેવી પ્રતિમાઓ જોવા મળી હતી અને આ વખતે સુરતના ગણેશ પ્રતિમાના મૂર્તિકાર નીરવ ઓઝાએ એક ખાસ પ્રતિમા બનાવી છે. કોરોનાને મ્હાત આપવા વેક્સિન તો આવી ગઈ છે.

Advertisement

પરંતુ ત્યાં અનેક લોકો હજુ પણ વેક્સિન મૂકાવવાથી ભયભીત થઈ રહ્યા છે અને અફવાઓ પર ધ્યાન આપી રહ્યા છે.લોકો વેક્સિન મૂકાવવા જાય તે હેતુથી કોરોના વેક્સિન (Vaccine) ની થીમ પર પ્રતિમા બનાવી છે ગણેશભક્તો સૌથી વધુ વિશ્વાસ ગણપતિબાપા પર રાખે છે. આ જ કારણ છે કે, નીરવ ઓઝાએ જાગૃતિના હેતુસર એવી પ્રતિમા બનાવી છે.કોરોનાકાળમાં ત્રસ્ત થઈ ગયેલા ભક્તો માટે આ વખતે ગજાનન મૂષક રાજ પર નહીં, પરંતુ કોરોના વેક્સિન પર સવાર થઈને આવશે. સુરતના મૂર્તિકાર કે જેઓ ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગ કરી ચૂક્યા છે, તેઓએ લોકોને જાગૃત કરવા માટે ગણેશજીની ખાસ પ્રતિમા બનાવી છે.

આ પ્રતિમામાં ગણપતિ બાપ્પા હાથમાં કોરોનાની વેક્સિન સાથે સિરિન્જ પર સવાર છે. જેમાં હાથમાં કોરોના વેક્સિન અને સિરિન્જ પર સવાર થઈને ગણપતિબાપા બિરાજમાન છે. જેને જોઈને લોકો કોરોના વેક્સિનલગાવે તેવો ઉદ્દેશ નીરવ ઓઝાનો છે. વધુ માં તેમને જણાવ્યું હતું કે કેટલાક લોકોને મનમાં હજુ પણ વેક્સિનને લઈને ભય છે. આમ તો ગણપતિબાપા મૂષક રાજ પર સવાર થઈને આવતા હોય છે, પરંતુ આ ખાસ પ્રતિમા એ માટે બનાવી છે જેથી લોકોનો વેક્સિન પ્રત્યે વિશ્વાસ બેસે અને વેક્સિન લગાવવા જાય.


Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સુપરવાઇઝર સહિત બે પર હુમલો.

ProudOfGujarat

ભરૂચના પરીએજ ગામ નજીક આવેલી હઝરત બાવા રૂસ્તમ રહમતુલ્લાહ અલયહિ દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ કરાઇ.

ProudOfGujarat

જુનાગઢ પોલીસે કવરેજ કરી રહેલા પત્રકારો પર કરેલા લાઠીચાર્જના મામલે વિરમગામ સહિત સમગ્ર રાજ્યના પત્રકારો લાલઘૂમ.પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહી કરવા પત્રકારોએ વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!