Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : પાલિકાના ફૂડ વિભાગનો સપાટો: પાણીપૂરીની 177 લારીમાં તપાસ 101 કિલો વાસી બટાકા નાખી દેવાયા

Share

ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ પાણીજન્ય રોગચાળાનો વાવર ફેલાયો છે ત્યારે પાણીપૂરીની લારીઓ પર પાલિકાના ફૂડ વિભાગ સપાટો બોલાવ્યો હતો. વિવિધ વિસ્તારની 177 લારીઓ પર ચેકિંગ કરીને 101 કિલો વાસી બટાકા અને બિન આરોગ્યપ્રદ 555 લિટર પાણીનો નાશ કરવામાં આવ્યો હતો.તેમજ તેલ, ચટણી સહિતના નમૂના લીધા હતા. ચોમાસામાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો માથું ઊંચકતો હોય છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના વડાધિકારીએ આપેલી સૂચનાના પગલે વડોદરા સહિત રાજ્યભરમાં પાણીપૂરીની લારીઓમાં રીતે ચેકિંગ હાથ ધરાયું હતું.જે અંતર્ગત શહેરમાં ગોરવા, અલકાપુરી, ગોત્રી, અકોટા, તાંદલજા, વાસણા, વાઘોડિયા રોડ, ઉકાજીનું વડીયું, આજવા રોડ, ખોડીયાર નગર, ન્યૂ વીઆઇપી રોડ, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ, ન્યાયમંદિર અને રાજમહેલ રોડ વિસ્તારની પાણીપૂરીની 177 જેટલી લારીઓમાં તપાસ કરવામાં આવી હતી.જેમાં પાણીપૂરીના પાણીના 32, પામોલિનના 4, કપાસિયા તેલના 1, ચટણીના 2 અને આટાના 2 નમૂના લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement

પાલિકાના ફૂડ વિભાગે પાણીપૂરીની લારીઓમાં તપાસ કરતા કેટલાંક સ્થળે વાસી બટાકા અને પાણી પીવાલાયક ન હોવાનું ખૂલ્યું હતું. જેના પગલે 101 કિલો બટાકા, 555 લિટર પાણી, 107 લિટર ચટણી, 4 કિલો ચણા અને 80 કિલો આટાનો નાશ કર્યો હતો.


Share

Related posts

ભરૂચના વાલિયામાં ચુંટણીને લઈને મારામારી અને લૂંટનો બનાવ બનતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ : તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

ગોધરા ખાતે મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં ભાજપા અગ્રણીઓના ઉપવાસ આંદોલન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!