Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા શહેરમાં એમજીવીસીએલની ટીમો દ્વારા વીજ ચેકીંગમાં 20. 48 લાખની વીજ ચોરી પકડાઈ.

Share

પંચમહાલ જલ્લા ગોધરા શહેરમા આવેલા પશ્ચિમ વિસ્તારમા એમજીવીસીએલની ટીમો દ્વારા વીજચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. જેના પગલે વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. એમજીવીસીએલની બે ટીમોએ અલગ અલગ ટુકડી બનાવીને ચેકીગ હાથ ધરવામા આવ્યુ હતુ. જેમા પોલીસની ટીમ પણ સાથે રાખવામા આવી હતી. ૨૦.૪૮ લાખ રૂપિયાની વીજચોરી પકડાઈ હતી. કુલ ૫૦૩ ગ્રાહકોનુ વીજ ચેંકીગ હાથ ધરવામા આવ્યુ હતુ.

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર ગુરુવારે સવારે વીજ ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. ગોધરા શહેરમા સવારના પહોરમા ટીમો ઉતરી પડીને એકાએક ચેંકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. પહેલી ટીમ દ્વારા ૨૫૦ જેટલા કનેકશનો ચેક કરવામા આવ્યા હતા જેમાં ૨૪ કનેકશનોમાં વીજ ચોરી પકડાઈ હતી. જેમાં ૩.૫૨ લાખની વીજ ચોરી પકડાઈ હતી. બીજી એક ટીમ દ્વારા ૨૫૩ જેટલા કનેકશનો હાથ ધરવામા આવ્યા હતા. જેમાં ૨૩ કનેકશનોમાં વીજચોરી પકડાઈ હતી. જેમાં ૧૭ લાખ જેટલી વીજચોરી પકડાઈ હતી. વીજ તપાસ વખતે પંચમહાલ પોલીસની ટીમનો કાફલો પણ જોડાયો હતો. આમ કુલ એમજીવીસએલ દ્વારા ૨૦.૬૮ લાખની વીજચોરી ઝડપી પાડવામા આવી છે. વીજ તપાસને પગલે વીજચોરી કરનારાઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. નવા બજાર ફીડર, જીએફ મિલફીડર અને ટાવર ફીડરનુ ચેંકીગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સાંઈ યુવક મંડળ દ્વારા હોમીયોપેથીક દવાનું નિઃશુલ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળતા શ્રી ડી.એ.શાહ.

ProudOfGujarat

શહેરા તાલુકાના લાભી ગામે સિંચાઇ તળાવ પાસે આવેલા રોડ પાસે રેલિંગના અભાવે અકસ્માતની દહેશત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!