Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા ખાતે શિક્ષિત બેરોજગારીના પ્રશ્નો બેકારી ભથ્થાની માંગ બાબતે ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપી વિરોધ કર્યો.

Share

આજે ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે ઉમરપાડા કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગાર આપવામાં દેશમાં ગુજરાત આગળ પડતું છે એવો દાવો કરવામાં આવે છે અનેક લોકોને રોજગારી ન મળવાને કારણે આત્મહત્યા પણ કરે છે સૌને સ્વરોજગારી ઊભી થાય તે માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરાઇ છે. સાથે સાથે મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અનેક કાર્યક્રમો દ્વારા રોજગાર સર્જન કરવાની શક્યતા ઊભી કરાઇ છે પરંતુ શિક્ષિત બેકારો પાસે આની પૂરી જાણકારી નથી બેન્કમાં માંડ બે થી પાંચ લોકોને લોન મળે છે. ડોક્યુમેન્ટમાં અનેક આંટીઘૂટી હોવાને કારણે બેકારોને લોન મળતી નથી અને કાર્યવાહી પણ હળવી થવી જોઈએ ઉમરપાડા તાલુકામાં કોઈ મોટો ઉદ્યોગ નથી શિક્ષિત બેકારોને નોકરી માટે શહેરમાં ભટકવું પડે છે તેમાં અપડાઉન કરવાની રહેવાની અનેક મુશ્કેલીઓનો સામનો યુવાનોને કરવું પડે છે ત્યારે યુવાનોને અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે જેથી સ્થાનિક કક્ષાએ ઔદ્યોગિક સ્થાપાય તો ઉમરપાડા ના શિક્ષિત બેકારોને રોજગારી મળે સાથે સાથે યુવાનો બેકાર છે. તેમને નોકરી તેમજ બેકારી ભથ્થાની માંગણી પણ કરવામાં આવી છે.

આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, જગતસિંહ વસાવા (IAS retd. )નટુભાઈ વસાવા, રામસિંગભાઈ, અશોકભાઈ, હિતેશભાઈ, સેમ્યુઅલ, દારાસીંગભાઈ, સેન, ભુપેન્દ્રભાઈ,મૂળજી વસાવા, અશોકભાઈ, હિમ્મતભાઈ, ફૂકિયાભાઈ, કૌશિકભાઈ અને મહિલા મોરચાના પ્રમુખ પ્રિયાંક બેન અને મહામંત્રી સરોજનાબેન વગેરે અનેક કાર્યકરોએ રેલી સાથે સૂત્રોચ્ચાર કરીને બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો તે સમયે ઉમરપાડા પોલીસ દ્વારા જબરજસ્તીથી કોંગ્રેસના ૧૦ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી અને મામલતદાર ઉમરપાડાને કોંગ્રેસ સમિતિ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાના પોલીસ સ્ટેશનના ત્રણ અલગ અલગ ગુનાના આરોપીને પકડી પાડતી નડિયાદ ટાઉન પોલીસ.

ProudOfGujarat

વડોદરા : કરજણના દેથાણ ગામમાં ઠાકોર વિકાસ ટ્રસ્ટના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી.

ProudOfGujarat

નડિયાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!