Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મોચીની ચાલમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરાતા લોકોએ કર્યો વિરોધ.

Share

સુરતના ભાગોળ વિસ્તારમાં આવેલ મોચીની ચાલમાં 22 દુકાનો આવેલી છે તેનું ડિમોલિશન કરવા આવેલ SMC ના અધિકારીઓ પહોંચતાની સાથે જ લોકો એકત્રિત થઈને હોબાળો મચાવ્યો હતો. ભાગોળ સુરતનો ખૂબ જ વ્યસ્ત અને જૂનો વિસ્તાર છે. અહીં અનેક પરિવારો પોતાની રોજીરોટી પણ મેળવતા હોય છે. પરંતુ જે રીતે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ છે તેને કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાના-મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની ફરજ પડી રહી છે.

જેના કારણે ભાગોળ મોચીની ચાલમાં દુકાનો અને રહેણાક મકાનોને ડિમોલિશન કરવા પડે તેમ છે. સ્થાનિક લોકોએ કોર્પોરેશનના અધિકારીઓનો રામ ધૂન કરીને વિરોધ નોંધાવ્યો હતો અને હમારી માંગે પુરી કરો તેવા નારા લગાવ્યા હતા. કોઇ પણ પ્રકારનું વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવા છતાં પણ ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

ગુજરાત યુનિવર્સિટીના છબરડાને કારણે 500 વિદ્યાર્થીઓનું ભાવી મુશ્કેલીમાં, ફી ભરી હોવા છતા ન મળી હોલ ટીકીટ.

ProudOfGujarat

ભરૂચ આર. એસ. દલાલ હાઇસ્કુલ ખાતે E- KYC કેમ્પ યોજાયો

ProudOfGujarat

અર્ટીગા કારમાં પાછળની બે સીટ નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી ઝડપાઈ : ૩.૨૭ લાખનો દારૂ ઝપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!