Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી હાઈવે પર એસ.ટી અને પોલીસની ટ્રાફિક ડ્રાઈવ કરીને 8 વાહનો ડિટેઈન કરતા અડીંગો જમાવી બેઠેલા ખાનગી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો.

Share

લીંબડી એસ.ટી બસસ્ટેન્ડ અને નેશનલ હાઈવે પર અડીંગો જમાવી બેઠેલા ખાનગી વાહન ચાલકો મુસાફરોને ખેંચી એસ.ટી વિભાગ સહિત સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચાડી રહ્યાંની વ્યાપક ફરિયાદ ધ્યાનમાં રાખી રાજકોટ એસ.ટી વિજિલન્સ ટીમના પી.સી.રાણા, પીએસઆઈ એસ.એસ.વરૂ સહિત પોલીસ ટીમે ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી.નેશનલ હાઈવે પર પરમીટથી વધુ પેસેન્જરો ભરેલા, ટ્રાફિકને અડચણરૂપ બનતા અને જાહેરનામાનો ભંગ કરતા 7 ઈકો અને 1 અર્ટીકાના વાહનચાલકોને ઝડપી પાડયા હતા. લીંબડી હાઈવે ઉપર પર એસ.ટી વિજિલન્સ અને પોલીસ ટીમની સંયુક્ત ટ્રાફિક ડ્રાઈવના સમાચાર ફેલાતા જાહેરનામાનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ જવાહરનગર વિસ્તારમાં મકાનની બારીના કાચ તોડી ૧૩.૪૦ લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર ૪.૦૩ લાખનો ગાંજો ભરેલી બેગ મળી : કાળા કલરના થેલામાં ખાખી કલરના સેલોટેપથી વિંટાળેલાં બે પેકેટમાં ૮.૦૭૫ કિલો ગાંજો નિકળ્યો

ProudOfGujarat

વડોદરા પાસપોર્ટ ઓફિસ દ્વારા રજાના દિવસે અપોઈન્ટમેન્ટ આપી, ઓફિસ બંધ જોઈ લોકોએ હોબાળો મચાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!