Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, તમામ લોકો થઈ ગયા જીવતા જ ભડથું…જાણો વધુ.

Share

સુરેન્દ્રનગર – પાટડી હાઇવે પર કરૂણ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેની વિગત જોતા માલવણ-ખેરવા હાઈવે વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ઇકો કારમાં લાગી આગ હતી જોત જોતામાં કાર બળીને ખાખ થઈ ગઇ હતી.

વારાહીનો વાણંદ પરિવાર ચોટીલા દર્શન કરીને પરત કારમાં ફરી રહ્યો હતો ત્યારે ઇકો કારમાં આગ લાગતા કારમાં સવાર તમામ લોકો બળીને ભડથું થયા જેથી ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. અંદાજે 4 થી 6 લોકો બળીને ભડથુ થયાની આશંકા સેવાઈ રહી છે. બળીને ખાખ થઈ ગયેલ લોકોને બહાર કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળે સુરેન્દ્રનગર એસ.પી, ડોક્ટર તથા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોલીયો રસીકરણ તાલીમ યોજાઈ.

ProudOfGujarat

उत्सुक सारा अली खान ने देखी केदारनाथ और सिम्बा, प्यार के लिए प्रशंसकों का किया शुक्रिया अदा!

ProudOfGujarat

ડાકોરમાં વોર્ડ નં. ૧ માં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોએ પાલિકામાં હોબાળો મચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!