Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર: લીંબડી રખડતા ઢોર બાબતે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા આજે લીંબડી સેવાસદન ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

Share

લીંબડી શહેરમાં રખડતાં ઢોરનો દિન-પ્રતિદિન ત્રાસ વધી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને આખલાઓનો ખુબ મોટો ત્રાસ છે ત્યારે લીંબડી શહેરના તમામ વિસ્તારોમાં તેમજ જાહેર વિસ્તારમાં અને લીંબડી શાકમાર્કેટના આગળના અને પાછળના ભાગમાં આખલાના અખાડા જોવા મળી રહ્યા છે ત્યારે રાહદારીઓને અને રહિશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તેમજ ભુતકાળમાં આવાં અડીખમ આખલાઓ બાખડયા લોકોના જીવ પણ ગુમાવેલ છે
જે દાખલા બનેલ છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા આજે રખડતાં ઢોરોનુ તંત્ર દ્વારા નિરાકરણ લાવવામા આવે તે હેતુથી લીંબડી સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટર હર્ષદવર્ધનસિંહ સોલંકીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર, જીલ્લા મહામંત્રી ડીયુ પરમાર, જીલ્લા કાનુની સલાહકાર કરીસ્માબેને બેલીમ, તાલુકા મહામંત્રી એરીકભાઈ સમા અને મંત્રી નિલેશભાઈ ચાવડા હાજર રહ્યા હતાં અને આવેદનપત્ર સાથે મૌખિક રજૂઆતો પણ કરી હતી.

કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

આબુ: માઉન્ટ આબુમાં 4 ની તિવ્રતાનો ભુકંપનો આંચકો-કોઈ જાનહાની નહિ…

ProudOfGujarat

અંકલેશ્વર: વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ પીરામણ કબ્રસ્તાનની મુલાકાત લીધી.

ProudOfGujarat

અમદાવાદ:તારીખ 27 જૂન રાત્રીથી ૩ જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેશે-પશ્ચિમ રેલવે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!