Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા આગળ વરસાદી પાણી ભરાય છે તેના વિરોધમાં પ્રાંત અધિકારી અને લીંબડી નગરપાલિકાના ચીફઓફિસર અને પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

Share

લીંબડી બસ સ્ટેશન રોડ પર આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જ વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યારે આ પાણીના નિકાલ માટે નગરપાલિકાને મૌખિક રજૂઆતો કરવામા આવતી હતી

ત્યારે આજરોજ લીંબડી દલિત યુવાનો દ્વારા લીંબડી સેવા સદન પ્રાંત અધિકારી અને લીંબડી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદન પત્ર આપવામાં આવિયુ હતું જેમા સંજય કુમાર જાદવ, પ્રેમજીભાઈ ચૌહાણ, દેવરાજ જાદવ, મિતેષ ચૌહાણ, તુષાર ચૌહાણ, પ્રકાશભાઈ મકવાણા, જીગર વાધેલા, સંજય ગોહીલ અને વિગેરે સમાજ આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા અને જો આવનાર સમયે જો આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરુચમાં ‘સ્વરાકાર 2026’ શાસ્ત્રીય સંગીત સંધ્યાનું આયોજન : પ્રખ્યાત વાંસળીવાદક પંડિત અમર ઓક અને શાસ્ત્રીય ગાયિકા ગાયત્રી જોશીની રહેશે વિશિષ્ટ રજૂઆત

ProudOfGujarat

મિત્ર સાથે મૈત્રી કરારથી રહેતી ઝઘડીયાની યુવતીની ગાડી પર પિયરીયાઓનો હુમલો.

ProudOfGujarat

સુરતમાં પીવાના પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂર ગૂંગળામણના કારણે થયા બેભાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!