Proud of Gujarat
FeaturedGujaratINDIA

પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીએ કેટેગરી III ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) લોન્ચ કર્યું

Share

ભારતની સૌથી ઝડપથી વિકસતી એએમસીઓ પૈકીની એક પીજીઆઈએમ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે આજે સેબી-રજિસ્ટર્ડ કેટેગરી III એઆઈએફ, પીજીઆઈએમ ઇન્ડિયાઝ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) શરૂ કરવાની જાહેરાત કરી છે.

પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અજીત મેનને જણાવ્યું હતું કે, “એઆઈએફની શરૂઆત સાથે, અમે રોકાણકારોના વધુ સેગમેન્ટમાં ખાસ કરીને કૌટુંબિક ઓફિસો સહિત ટોચની સંપત્તિ ધરાવતા સ્તરોમાં અમારી ઓફરનો વિસ્તાર કર્યો છે.”

Advertisement

કેટેગરી III એઆઈએફ એ પીજીઆઈએમ ઈન્ડિયાની પ્રોપરાઈટરી ફિલસૂફી ‘ગ્રોથ એટ રિઝનેબલ પ્રાઈસ’ (જીએઆરપી) અપનાવશે અને પ્રાઈસ/અર્નિંગ્સ ટુ ગ્રોથ (પીઈજી) મોડેલ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવશે. એઆઈએફ ફંડ્સનું સંચાલન અનિરુદ્ધ નાહા દ્વારા કરવામાં આવશે જેમને એપ્રિલ 2023થી ઓલ્ટરનેટ્સના સીઆઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પીજીઆઈએમ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ કંપનીના ઓલ્ટરનેટ્સના સીઆઈઓ અનિરુદ્ધ નાહાએ જણાવ્યું હતું કે, “અર્થતંત્રના બદલાતા સ્વભાવને કારણે ઝડપથી વૃદ્ધિ પામતા નફાના પૂલને સંચાલિત કરી શકે તેવા તમામ વિભાગોમાં તકો પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ પોર્ટફોલિયો બનાવવાનો પ્રયાસ છે જેમાં કંપનીઓની મજબૂત બેલેન્સ શીટ્સ, વ્યવસાયમાં પૂરતો રોકડ પ્રવાહ અને મજબૂત મૂડી ફાળવણી હોય તેવી કંપનીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ખરીદીની અત્યંત ચુસ્ત શિસ્ત જળવાશે. તેના પરિણામે વ્યાપક, મજબૂત અને ટકાઉ થીમ્સનું પ્રતિનિધિત્વ કરતા ઉચ્ચ વળતરદાયક પોર્ટફોલિયોનું નિર્માણ થશે, જે વ્યાક, મજબૂત અને સાતત્યસભર થિમ્સ પર આધારિત હશે જે જાણીતા બેન્ચમાર્ક એગ્નોસ્ટિક હશે.

પીજીઆઈએમ ઈન્ડિયા એઆઈએફે આ નાણાકીય વર્ષમાં રૂ. 500 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે જેમાં ગ્રીન શૂ વિકલ્પ દ્વારા વધારાના રૂ. 500 કરોડ એકત્ર કરવાનો વિકલ્પ પણ છે.

ભારતમાં એઆઈએફ ક્ષેત્રના ઉદ્યોગનું કુલ કદ જૂન 2023 સુધીમાં એકત્રિત કરાયેલ કમિટમેન્ટ્સના સંદર્ભમાં લગભગ રૂ. 8,44,926 કરોડ છે. કેટેગરી III એઆઈએફ પાસે સમાન સમયગાળા દરમિયાન એકત્રિત કરાયેલ કમિટમેન્ટ્સના સંદર્ભમાં રૂ. 85,057 કરોડની ઉદ્યોગની એયુએમ છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાનાં વેજલપુર ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે શુભારંભ કરાવ્યો.

ProudOfGujarat

ઝઘડીયાના રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણ બાબતના ઝઘડામાં વચ્ચે પડનાર યુવકની હત્યા.

ProudOfGujarat

‘ગુડ લક જેરી’ ની અપાર સફળતા બાદ સાહિલ મહેતાને ફિલ્મ ‘રક્ષાબંધન’માં તેની ભૂમિકા માટે ઘણો પ્રેમ અને પ્રશંસા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!